Ayushmann Khurrana Birthday : આયુષ્માન ખુરાના મનોરંજનથી લઇને લવ લાઇફ સુધીની સફર, જન્મ દિવસ પર ખાસ જાણો અજાણી વાતો

Ayushmann Khurrana Birthday : બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayshmann Khurrana Birthday)નો આજે 14 સપ્ટેમ્બરે 39મો જન્મ દિવસ છે. આયુષ્માન વિશે એવી ઘણી બધી દિલચસ્પ વાતો છે જેનાથી તમે અજાણ હશો. અભિનેતાના બર્થડે પર વાંચો તેના વિશે રસપ્રદ વાતો.

Ayushmann Khurrana Birthday : બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayshmann Khurrana Birthday)નો આજે 14 સપ્ટેમ્બરે 39મો જન્મ દિવસ છે. આયુષ્માન વિશે એવી ઘણી બધી દિલચસ્પ વાતો છે જેનાથી તમે અજાણ હશો. અભિનેતાના બર્થડે પર વાંચો તેના વિશે રસપ્રદ વાતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ayushmann Khurrana| Ayushmann Khurrana Birthday| Ayushmann Khurrana Love Life| Ayushmann Khurrana Movie

Ayushmann Khurrana : આયુષ્માન ખુરાનાની મનોરંજનથી લઇને લવ લાઇફ સુધીની સફર

Ayushmann Khurrana Birthday : બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayshmann Khurrana Birthday)નો આજે 14 સપ્ટેમ્બરે 39મો જન્મ દિવસ છે. તેનો જન્મ 14 સ્પટેમ્બર 1984નાં પંજાબનાં ચંદીગઢમાં થયો હતો. તેનું બાળપણમાં નામ નિશાંત ખુરાના હતું. પણ જ્યારે તે 3 વર્ષનો થયો ત્યારે તેનાં માતા પિતાએ તેનું નામ બદલીને આયુષ્માન ખુરાના કરી દીધુ હતું. આયુષ્માન આજે બોલિવૂડનો સુપર સ્ટાર છે. આયુષ્માને ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પૂરા કર્યા છે. આ તકે આ અહેવાલમાં તમને તેના વિશે કેટલીક અજાણી વાતો જાણવા મળશે.

Advertisment

આયુષ્માન ખુરાનાએ બહુ ઓછા સમયમાં પોતાની પ્રતિભાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું છે. આયુષ્માનની ફિલ્મોમાં ગ્લેમર કરતાં વધુ સામાજિક સંદેશ અને કોમેડી જોવા મળે છે. આયુષ્માન હંમેશા એક્ટર બનવા માંગતો હતો. કોલેજના અભ્યાસ દરમિયાન તેમણે થિયેટરમાં પણ ભાગ લીધો હતો. ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા આયુષ્માનને મુંબઈ લઈ આવી. આજે આયુષ્માનની ગણતરી શ્રેષ્ઠ એકટરોમાંથી એકમાં થાય છે.

એક્ટર ફિલ્મોમાં આવતા પહેલા ટીવી સ્ટાર હતો. આયુષ્માન ખુરાનાએ MTV રોડીઝની બીજી સીઝન જીતી છે. આ સિવાય તેણે એમટીવી રોક ઓન, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, મ્યુઝિક કા મહામુકાબલા અને જસ્ટ ડાન્સ જેવા ટીવી શો પણ હોસ્ટ કર્યા છે. હોસ્ટિંગ સિવાય આયુષ્માન ખુરાનાએ સીરિયલોમાં પણ કામ કર્યું છે. તેણે 'એક થી રાજકુમારી' અને 'કયામત' જેવી સિરિયલોથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

જો કે આયુષ્માને માત્ર છ મહિના જ ટેલિવૂડની દુનિયામાં સક્રિય રહ્યો હતો. કારણ કે તેને મને બનાવી લીધું હતું કે તે હવે આમાં કામ નહીં કરે. આ પછી તેને બોલિવૂડમાં કિસ્મત અજમાવી અને 'વિક્કી ડોનર'થી લઇ 'બધાઇ હો' સુધી આયુષ્માને દર વખતે રિસ્કી રોલ્સ પસંદ કર્યાં અને પોતાની પસંદગી હમેશાં સાચી ઠરી.

Advertisment

આયુષ્માન ખુરાના $10 મિલિયન (રૂ. 80 કરોડ) ની સંપત્તિનો માલિક છે. દેશમાં એવા ઘણા ઓછા કલાકારો છે, જેમની પાસે આયુષ્માન ખુરાના જેટલો મોટો અને સતત વધતો ફેન બેઝ છે. એકટરની દરેક ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે, આયુષ્માન હવે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં સામેલ છે. 2013 અને 2019ની ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100ની યાદીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમની પ્રથમ સફળતા વર્ષ 2012માં સુપરહિટ હિન્દી ફિલ્મ "વિકી ડોનર" સાથે મળી, જેમાં તે અન્નુ કપૂર અને યામી ગૌતમ સાથે લીડ રોલમાં હતો. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે જે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે. હવે એક્ટરની લવ લાઇફ વિશે વાત કરીએ તો એ પણ ખુબ જ રસપ્રદ અને રોમાચિંત છે.

આયુષ્માન અનુસાર, તાહિરા તેના જીવનની પહેલી અને છેલ્લી યુવતી છે. એક ઇન્ટરવ્યુમાં આયુષ્માને કબુલ્યું હતું કે, જ્યારે તેના લગ્ન તાહિરા સાથે ત્યારે તેના જીવનમાં આર્થિક કટોકટી હતી. તે સમયે તેનાં અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં. પ્રોફેશનલ લાઇફમાં આયુષ્માન જેટલો સફળ છે તેની પર્સનલ લાઇફ પણ એટલી જ હિટ છે.જેનો ક્રેડિટ તેની પત્ની તાહિરાને કશ્યપને જાય છે. તાહિરા આયુષ્માનની બાળપણની મિત્ર છે. તાહિરા અને આયુષ્માનની લવ સ્ટોરી કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમનાં જીવનમાં ઘણાં ઉતાર ચડાવ આવ્યાં છે.

આ પણ વાંચો :Jawan Box Office Collection Day 6 : શાહરૂખ ખાનની ‘જવાન’ના નામે વધુ એક રેકોર્ડ, માત્ર છ દિવસમાં ફિલ્મે ઘુંઆધાર વેપાર કર્યો

ચંદીગઢમાં આયુષ્માન અને તાહિરા એક જ ટ્યૂશન ક્લાસમાં ભણતા હતાં તેઓ 12માં ધોરણમાં એક જ ટ્યૂશન ક્લાસમાં જતા હતાં અને અહીં જ તેમની લવ સ્ટોરી શરૂ થાય છે. તાહિરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પહેલા ડેટિંગ કરવું જરાં પણ સહેલું ન હતું. કે જ્યારે તમે ચંદિગઢ જેવી નાની સિટીમાં રહેતા હોવ અને તમે બંને જ ખુબજ શરમાણ અને અંતરમુખી વ્યક્તિત્વ ધરાવતા હોવ. અમે બંને 60 વિધ્યાર્થીઓની એક ટ્યુશન બેચમાં સાથે ભણતાં હતાં. અમે બંને એકબીજાને જોતા રહેતાં પણ કોઇ જ પહલ નહોતું કરતું. બંનેમાંથી એકમાં પણ હિંમત ન હતી કે તે સામે ચાલીને આ વાતનો ઇઝહાર કરી શકે. તાહિરા તે સમયે બોયઝમાં હોટ ફેવરેટ હતી. જ્યારે તાહિરા અને તેની મિત્રને આયુષ્માન પસંદ હતો.

આયુષ્માને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે સમયે અમારા ક્લાસમાં એટલાં ગુડલુકિંગ છોકરાઓ હતાં કે હું તેમની આગળ ક્યાંય નહોતો આવતો. તેથી મને જ્યારે ખબર પડી કે તાહિરા મને પસંદ કરે છે ત્યારે મને તો આ વાતનો વિશ્વાસ જ નહોતો થતો. તાહિરાને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું અને આ સમયે એક આદર્શ પતિની જેમ આયુષ્માન તેની સાથે હતો. તાહિરાએ એક પોસ્ટમાં તેની કેન્સર સર્જરી અને તેની તકલીફો વિશે વાત કરી હતી. આ સમયમાં કેવી રીતે આયુષ્માન તેની પડખે ઉભો હતો તે પણ તેણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : kareena kapoor in Express Adda : સોશિયલ મીડિયા અંગે કરીના કપૂરે કહ્યું…’મજબૂત બનો, પોતાની વાત પર મક્કમ રહો, કોઇના કહેવાથી ઉશ્કેરાવું નહીં’

તાહિરા અને આયુષ્માનને બે બાળકો છે. એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ વિરાજવીર અને દીકરીનું નામ વરુષ્કા છે. આયુષ્માન એક 'ફેમિલી મેન' છે જેનું જીવન તેનાં પરિવારની આસ પાસ જ ફરે છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ