Baaghi 4 Marjaana Song | બાગી 4 નું નવું ગીત ‘મરજાના’ રિલીઝ, મુવી આવતીકાલે થિયેટરમાં થશે રિલીઝ

Baaghi 4 Marjaana Song Release | બાગી 4 (Baaghi 4) ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે આ પહેલા નિર્માતાઓએ ફિલ્મ બાગી 4 નું નવું ગીત 'મરજાના (Baaghi 4 song marjaana) રિલીઝ કર્યું છે.

Written by shivani chauhan
September 04, 2025 13:19 IST
Baaghi 4 Marjaana Song | બાગી 4 નું નવું ગીત ‘મરજાના’ રિલીઝ, મુવી આવતીકાલે થિયેટરમાં થશે રિલીઝ
Baaghi 4 song marjaana

Baaghi 4 Marjaana Song | બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) ટૂંક સમયમાં ફિલ્મ બાગી 4 (Baaghi 4) માં જોવા મળશે અને આમાં તેની જોડી હરનાઝ સંધુ સાથે છે અને આ પહેલીવાર હશે જ્યારે આ બંને કલાકારો સ્ક્રીન પર સાથે જોવા મળશે. ‘બાગી 4’ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

બાગી 4 (Baaghi 4) ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે આ પહેલા નિર્માતાઓએ ફિલ્મ બાગી 4 નું નવું ગીત ‘મરજાના (Baaghi 4 song marjaana) રિલીઝ કર્યું છે.

બાગી 4 મરજાના ગીત રિલીઝ (Baaghi 4 Marjaana song released)

ટાઈગર શ્રોફે તેની ફિલ્મ ‘બાગી 4’ ના નવા ગીત ‘મરજાના’ નો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ અદ્ભુત ગીતમાં, બી પ્રાકના શક્તિશાળી અવાજે ચાહકોના દિલ જીતી લીધા છે. આ ગીત સાથે, ટાઈગરે કેપ્શનમાં લખ્યું છે, ‘દરેક શબ્દમાં પીડા છે, દરેક સૂરમાં પ્રેમ છે… # મરજાના બીપ્રાકના અવાજમાં હંમેશા તમારી સાથે રહેશે, ગીત રિલીઝ થયું.’

ટાઈગરે શ્રોફે ફિલ્મના એડવાન્સ બુકિંગ વિશે જણાવ્યું હતું કે તે પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, બાગી 4 આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બાગી 4 કાસ્ટ (Baaghi 4 cast)

‘બાગી 4’નું દિગ્દર્શન એ. હર્ષ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્શન ડ્રામા થ્રિલર ફિલ્મમાં ટાઇગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અને હરનાઝ સંધુ જોવા મળશે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ