સાઉક્ષની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’એ બોક્સ ઓફિસ પર એક નવો ઈતિહાસ રચ્યો હતો. તેના બંને પાર્ટ્સે 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 2015માં રીલિઝ થઈ હતી. આમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા પ્રભાસ અને રાણા દગ્ગુબાતીને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. બાહુબલી પાર્ટ-1 એ લગભગ 600 કરોડ અને બાહુબલી પાર્ટ-2 એ લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે મેકર્સે આ ફિલ્મ બનાવવા માટે બેંક પાસેથી અધધધ… 24 ટકાના વ્યાજે કરોડો રૂપિયાની લોન લીધી હતી.
હા, તમે સાચું સાંભળ્યું છે. એસએસ રાજામૌલીને આ ફિલ્મ બનાવવા માટે ઉંચા વ્યાજે કરોડો રૂપિયાની લોન લેવી પડી હતી. આ વાત અમે નહીં બાહુબલી ફિલ્મમાં ‘ભલ્લાદેવ’નું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાતીએ જણાવી છે. હાલમાં જ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ આ વાતનો ખુલાસો કર્યો છે. તે કહેતો હતો, ‘ત્રણ-ચાર વર્ષ પહેલાં ફિલ્મો માટે પૈસા ક્યાંથી આવતા હતા? ફિલ્મ મેકર્સના ઘર કે સંપતિ ગીરવે મૂકીને કે બેંક પાસેથી લોન લેવામાં આવતી હતી. તેની માટે તેઓ 24 થી 28 ટકા જેટલું ઉંચુ વ્યાજ ચૂકવતા હતા. બાહુબલી જેવી ફિલ્મોની માટે આટલા ઉંચા વ્યાજે 300- 400 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી.
‘બાહુબલી-1’ માટે 180 કરોડની લોન લીધી
પોતાની વાતને આગળ વધારતા રાણા કહે છે કે, મેકર્સે ફિલ્મ ‘બાહુબલી-1’ માટે 180 કરોડની લોન લીધી હતી. તે સાડા પાંચ વર્ષ માટે લેવામાં આવી હતી. આ લોનનો વ્યાજદર 24 ટકા હતો. ફિલ્મનો પ્રથમ ભાગ સંઘર્ષપૂર્ણ હતો. તેલુગુમાં સૌથી વધુ કમાણી કરનાર આ ફિલ્મ પર બમણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. વ્યાજે લીધેલા પૈસાથી જ મેકર્સે બાહુબલી ફિલ્મના બીજા ભાગનું અમુક શુટિંગ કર્યુ હતુ. મેકર્સે એ વિશે જરાય વિચાર્યુ ન હતું કે જો તે સક્સેસ નહીં થાય તો શું થશે?
રાણા દગ્ગુબા શું પિતા બનવાના છે?
રાણા દગ્ગુબાતી છેલ્લા કેટલાક દિવસોથી પત્ની મિહિકાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતા પિતા બનવાનો છે. તેમના ઘરે ટૂંક સમયમાં ખુશી ગુંજવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે આ ઈન્ટરવ્યુમાં અભિનેતાએ આ મામલે પોતાના રિએક્શન પણ આપ્યા છે. આ દરમિયાન બંનેએ હા કે ના કહી નથી. આ બાબતે તે બંને માત્ર હસ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બંને ઉપર શુભકામનાઓનો વરસાદ વરસ્યો હતો.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





