અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીના એક મહાન જ્યોતિષ પાસે 'જન્માક્ષર' બનાવ્યા, રાજકારણમાં ન જવાની સલાહ આપી

Bachchan and Gandhi family Relationship : બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. તેજી બચ્ચન અને ઈન્દીરા ગાંધી મિત્ર હતા. ત્યારબાદ ગાંધી અને બચ્ચન પરિવારના બાળકો, સંજય ગાંધી, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન, અજિતાભ બચ્ચન સાથે રમીને મોટા થયા.

Bachchan and Gandhi family Relationship : બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. તેજી બચ્ચન અને ઈન્દીરા ગાંધી મિત્ર હતા. ત્યારબાદ ગાંધી અને બચ્ચન પરિવારના બાળકો, સંજય ગાંધી, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન, અજિતાભ બચ્ચન સાથે રમીને મોટા થયા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bachchan and Gandhi family Relationship

બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ રહ્યો

Bachchan and Gandhi family Relationship : બચ્ચન અને નેહરુ-ગાંધી પરિવાર વચ્ચે લગભગ છ દાયકા ગાઢ સંબંધ રહ્યા. વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈએ તેમના પુસ્તક 'નેતા અભિનેતા: બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં જણાવ્યું છે કે, કેવી રીતે દાયકાઓનો આ સંબંધ કેટલીક ઘટનાઓ પછી સંપૂર્ણપણે વિખેરાઈ ગયો.

Advertisment

અલ્હાબાદના 'આનંદ ભવનમાં' બંને પરિવારો વચ્ચે મિત્રતા ખીલી. કિડવાઈના પુસ્તકમાં જણાવાયું છે કે, વર્ષ 1942માં સરોજિની નાયડુએ હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચનને પ્રથમ વખત નેહરુ પરિવારમાં આમંત્રણ આપ્યું હતું. ત્યાં, ઇન્દિરા ગાંધી અને તેજી બચ્ચન વચ્ચે મિત્રતા થઈ, જે જીવનભર ટકી રહી.

અમિતાભ બચ્ચનના જણાવ્યા અનુસાર, તેમના માતા-પિતાના લગ્ન અલ્હાબાદમાં પ્રથમ આંતર-જ્ઞાતિય લગ્ન હતા.

તેજી બચ્ચન સાથે મિત્રતા કર્યાના થોડા સમય પછી, ઇન્દિરાએ પારસી ફિરોઝ ગાંધી સાથે પણ લગ્ન કર્યા. ઈન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા. જો કે, મહાત્મા ગાંધીના હસ્તક્ષેપ પછી, તેમણે લગ્નને સ્વીકારવા પડ્યા. આમ, તેજી બચ્ચન અને ઈન્દિરા ગાંધી વચ્ચે સામાન્ય વાત હતી કે, બંનેએ પોત-પોતાના ધર્મની બહાર લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચન પણ આને બંને પરિવારો વચ્ચે ગાઢ મિત્રતાનું એક કારણ માને છે.

Advertisment

બંને પરિવારના બાળકો સાથે રમતા હતા

ઈન્દિરા ગાંધીના પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી, બીજી તરફ, તેજી બચ્ચનના પુત્રો અમિતાભ બચ્ચન અને અજિતાભ બચ્ચન, સાથે મોટા થયા હતા. અમિતાભ બચ્ચન રાજીવ ગાંધી કરતા બે વર્ષ મોટા હતા. બંને પરિવાર લગભગ એક જ સમયે અલ્હાબાદથી દિલ્હી શિફ્ટ થઈ ગયા. રાજીવ અને સંજય ગાંધીની જેમ, અમિતાભ અને અજિતાભ માટે વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનની મુલાકાત સામાન્ય હતી.

બંને પરિવારના બાળકોએ અલગ-અલગ શાળાઓમાં અભ્યાસ કર્યો. પરંતુ બધાએ સાથે મળીને રજાઓની ઉજવણીઓ કરી હતી. અમિતાભના કહેવા પ્રમાણે, અમે બધા રજાઓમાં રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હતા. પાછળથી, નેહરુ-ગાંધી પરિવારે પણ અમિતાભ બચ્ચનને બોલિવૂડમાં સેટ થવામાં મદદ કરી. વડાપ્રધાન બન્યા બાદ રાજીવ ગાંધીએ પણ તેમને ઘણી રીતે મદદ કરી.

જ્યારે સોનિયા ગાંધીનું પિયર બની ગયું તેજી બચ્ચનનું ઘર

સોનિયા ગાંધી અમિતાભને પોતાના ભાઈ માનતા હતા. સોનિયા ગાંધી તેમને અમિત કહીને બોલાવતા હતા. લગ્ન પહેલા જ્યારે સોનિયા ગાંધી પહેલીવાર ભારત આવ્યા, ત્યારે તેઓ 43 દિવસ સુધી બચ્ચન પરિવાર સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ એક ટ્રેનિંગનો સમયગાળો હતો. ઇન્દિરા ગાંધી ઇચ્છતા હતા કે, તેમની ભાવિ પુત્રવધૂ ભારતીય રીતભાત શીખે અને આ તાલીમ માટે તેમણે બચ્ચન પરિવારનું ઘર પસંદ કર્યું. તેમનો અહીં ત્રીજો જન્મ . બીજી માતા ઈન્દિરા ગાંધી અને ત્રીજી માતા તેજી બચ્ચન.

મોહભંગ

રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી બચ્ચન પરિવારથી નારાજ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, તેમને આશા હતી કે, બચ્ચન પરિવાર સંકટની આ ઘડીમાં તેમનો સાથ આપશે, પરંતુ આશ્ચર્યજનક રીતે એવું બન્યું નહીં.

પીઢ પત્રકાર અને પૂર્વ સાંસદ સંતોષ ભારતીયના એક પુસ્તક 'વીપી સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું'માં એક નાના કિસ્સાનું વર્ણન છે. આ સ્ટોરી રાહુલ ગાંધીની કોલેજની ફી સાથે જોડાયેલી છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોનિયાએ એક દિવસ અમિતાભ સાથે રાહુલ ગાંધીની કોલેજ ફીના મુદ્દા પર ચર્ચા કરી અને તેમને પૈસાની વ્યવસ્થા કરવા વિનંતી કરી.

ભારતીય અનુસાર, અમિતાભે જવાબ આપ્યો કે, લલિત સૂરી અને સતીશ શર્માએ તમામ પૈસાની ઉચાપત કરી છે. પણ હું કંઈક કરવાની કોશિસ કરીશ. બે દિવસ પછી, અમિતાભે સોનિયાને 1,000 ડોલરનો ચેક મોકલ્યો. જોકે, તેણે તે જ ચેક તેમણે પરત મોકલાવી દીધો હતો.

સોનિયા ગાંધી આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નહીં અને તેને અપમાન માનીને તેમણે અમિતાભને પોતાના જીવનમાંથી હંમેશ માટે દૂર કરી દીધા. આવી બીજી પણ ઘણી ઘટનાઓ બની, જેણે ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે ધીમે ધીમે કડવાશ અને અવિશ્વાસ પેદા કર્યો.

અમિતાભ ઈચ્છતા હતા કે સોનિયા રાજનીતિ ન કરે

કિડવાઈના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમિતાભ બચ્ચન નહોતા ઈચ્છતા કે, સોનિયા ગાંધી રાજકારણમાં આવે. પુસ્તક અનુસાર, અમિતાભ બચ્ચન જ્યોતિષમાં ઘણો વિશ્વાસ કરે છે. રાજીવ ગાંધીના અવસાન પછી, વર્ષ 1997માં જ્યારે સોનિયા ગાંધી પર રાજકારણમાં આવવા માટે સર્વત્ર દબાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીની 'વર્લ્ડ ક્લાસ કુંડળી' બનાવડાવી હતી.

આ પણ વાંચો - અમિતાભ બચ્ચને ભારે વરસાદમાં ગુલાબ વેચતી છોકરીની ભાવુક ઘટના શેર કરી, અહીં વાંચો શું હતી ઘટના?

એ કુંડળીના આધારે બચ્ચને સોનિયાને રાજકારણમાં ન આવવાની સલાહ આપી હતી. તેમણે સોનિયા ગાંધીને વારંવાર સમજાવ્યા. કિડવાઈ લખે છે કે, આવું કરીને બચ્ચને સોનિયા ગાંધીનો આત્મવિશ્વાસ ઘટાડવાનું કામ કર્યું.

sonia gandhi ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Amitabh Bachchan politics congress મનોરંજન ન્યૂઝ