Bad News Review : વિકેન્ડ પર ‘બેડ ન્યુઝ’ જોવી કે નહિ? વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી અને કોમેડી કેટલી મજેદાર? વાંચો મુવી રીવ્યુ

Bad News Review : બેડ ન્યુઝ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી, એમી વિર્ક, શીબા ચઢ્ઢા, નેહા ધૂપિયા જોવા મળે છે, આ ફિલ્મનું નિર્માણ આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

Written by shivani chauhan
July 19, 2024 13:43 IST
Bad News Review : વિકેન્ડ પર ‘બેડ ન્યુઝ’ જોવી કે નહિ? વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી અને કોમેડી કેટલી મજેદાર? વાંચો મુવી રીવ્યુ
વિકેન્ડ પર 'બેડ ન્યુઝ' જોવી કે નહિ? વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી અને કોમેડી કેટલી મજેદાર? જાણો મુવી રીવ્યુ

Bad News Review : બેડ ન્યુઝ (Bad News) એક રોમાન્સ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં વિકી કૌશલ (Vicky Kaushal) અને એકટ્રેસ તૃપ્તિ ડીમરી (Tripti Dimri) મુખ્ય ભૂમિકામાં છે, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત હતા. ચાહકો આ ફિલ્મ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે શુક્રવારે 19 જુલાઈ 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ ગઈ છે. પરંતુ ફિલ્મ જોવી કે નહિ? કોની એકટિંગ વધારે મજેદાર છે? અહીં મુવી રીવ્યુ જાણો

Bad News movie Review

વિકેન્ડ પર ‘બેડ ન્યુઝ’ જોવી કે નહિ? વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી અને કોમેડી કેટલી મજેદાર? જાણો મુવી રીવ્યુ

બેડ ન્યુઝ મુવી રીવ્યુ (Bad News Movie Review)

બેડ ન્યુઝ મુવીમાં તૃપ્તિ ડીમરી (Tripti Dimri ) સલોની બગ્ગાની પાત્ર ભજવે છે. જે એક શેફ છે જેનું પૂરું ફોક્સ તેના રેસ્ટોરન્ટ માટે ‘મેરાકી સ્ટાર’ લાવવા પર છે. તે કોઈપણ પ્રકારના રિલેશનમાં આગળ વધવા માંગતી નથી. તે એક લગ્નમાં અખિલ ચડ્ઢા (વિકી કૌશલ Vicky Kaushal) ને પસંદ કરવા લાગે છે. જો કે તેની રિલેશનમાં રહેવાના કોઈ પ્લાન નથી, પરંતુ ટ્રાય કરવાનું નક્કી કરે છે, તે બંને વાતો કરવા લાગે છે અને ટૂંક સમયમાં જ એક બીજા સાથે લગ્ન પણ કરી લે છે. તેઓ આખરે સમજે છે કે તેઓ એકબીજા માટે યોગ્ય નથી અને પછી અલગ થવાનું નક્કી કરે છે.

આ પણ વાંચો: Urvashi Rautela Video: ઉર્વશી રૌતેલા નો પ્રાઇવેટ વીડિયો લીક, સોશિયલ મીડિયા યુઝર્સે લગાવી ક્લાસ

સલોની પછી એક હિલ-સ્ટેશન પર જાય છે અને 5 સ્ટાર હોટેલમાં કામ કરવાનું શરૂ કરે છે. તેને હોટલના માલિક ગુરબીર પન્નુ ( એમી વિર્ક ) ખૂબ જ ગમતા અને સૌથી અગત્યનું તેને કમ્પૅટીબલ લાગે છે. જ્યારે દારૂના નશામાં સલોનીએ અખિલનો એક વિડિયો જુએ છે, અને તેને લાગે છે કે અખીલે મુવ ઓન કરી રહ્યો છે, ત્યારે તે ગુરબીર સાથે સંબંધ આગળ વધારવા પર સમય બગાડતી નથી. પરંતુ પછી તે તેના પહેલા પતિને શોધે છે. દારૂના નશામાં સલોની પણ અખિલ સાથે સુવે છે. 6 અઠવાડિયા બાદ સલોનીને ખબર પડે છે કે તે ગર્ભવતી છે. તે બંને પુરુષોને પિતૃત્વ પરિક્ષણ (paternity test) કરવા માટે સમજાવે છે, ફક્ત તે જાણવા માટે કે તે બંને માંથી તેના બાળકના પિતા કોણ હશે!

બેડ ન્યુઝ ટ્રેલર

સલોનીને ડોક્ટર દ્વારા ખબર પડે છે કે તેના બાળકોના પિતા બન્ને પુરુષો છે પરંતુ સલોની તે બન્ને માંથી કોને પસંદ કરે છે? તે જાણવા માટે ફિલ્મ બેડ ન્યૂઝ જોવું પડશે.

આ પણ વાંચો: રણવીર સિંહ અને રામ ચરણે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના નવા ફોટા કર્યા શેર, જુઓ

અખિલ ચઢ્ઢા તરીકે વિકી કૌશલને જોવાની મજા આવશે પછી તે કોમેડી સીન હોય કે ડ્રામા હોય કે પછી રોમેન્ટિક સીન હોય. ગુરબીર પન્નુના રૂપમાં એમી વિર્કની એકટિંગ પણ સારી છે. સલોની બગ્ગા તરીકે તૃપ્તિ ડિમરીની એકટીંગ ઠીક ઠાક છે પરંતુ જોવાનું એ રહેશે કે ચાહકોને એકટ્રેસને એકટિંગ કેટલી પસંદ આવે છે. નેહા ધૂપિયા અને શીબા ચડ્ડા સક્ષમ ટેકો આપે છે. અન્ય સહાયક કલાકારો પાવરફુલ છે.

બેડ ન્યુઝ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી, એમી વિર્ક, શીબા ચઢ્ઢા, નેહા ધૂપિયા જોવા મળે છે, આ ફિલ્મનું નિર્માણ આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ