Bad Newz Box Office Collection Day 3 : વિકી કૌશલ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ કરતાં કમાણીમાં આગળ

Bad Newz Box Office Collection Day 3 : વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી-સ્ટારર અગાઉ રિલીઝ થયેલી કરીના કપૂર -સ્ટારર ક્રૂ અને શાહિદ કપૂર -સ્ટારર તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા સાથે સરખામણી કરવામાં આવી રહી છે.

Written by shivani chauhan
Updated : July 22, 2024 16:28 IST
Bad Newz Box Office Collection Day 3 : વિકી કૌશલ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ કરતાં કમાણીમાં આગળ
વિકી કૌશલની ફિલ્મ 'બેડ ન્યુઝ' એ શાહિદ કપૂરની ફિલ્મને 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા', આટલા કરોડની કરી કમાણી

Bad Newz Box Office Collection Day 3 : વિકી કૌશલ (Vicky Kaushal) ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બેડ ન્યૂઝ (Bad Newz) બૉક્સ ઑફિસ કલેક્શન (Box Office Collection) પર સારું પરફોર્મ કરી રહી છે. વિકીની 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકના કલેક્શનને વટાવીને શુક્રવારે ₹ 8.5 કરોડની કમાણી કરનાર ફિલ્મે સપ્તાહના અંતે જંગી વૃદ્ધિ દર્શાવી છે. ફિલ્મ રિલીઝના પ્રથમ શનિવારે, આનંદ તિવારી નિર્દેશિત ફિલ્મે તેના શરૂઆતના દિવસ કરતાં ₹ 2 કરોડ વધુ કમાણી કરતાં 23% થી વધુ વૃદ્ધિ દર્શાવી હતી.

Box Office Collection Day 3 News
વિકી કૌશલની ફિલ્મ ‘બેડ ન્યુઝ’ એ શાહિદ કપૂરની ફિલ્મને ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, આટલા કરોડની કરી કમાણી

એવીજ રીતે રવિવારે ફિલ્મે અન્ય 7.32% જે ₹ 11 કરોડની વૃદ્ધિ દર્શાવી હતી, જે ફિલ્મની કુલ ₹ 29.55 કરોડની કુલ કમાણી કરી હતી, જે ઇન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ છે. ફિલ્મના વીકએન્ડ બોક્સ ઓફિસ કલેક્શને પ્રભાસની મલ્ટી-સ્ટારર સાયન્સ-ફાઇ ડ્રામા કલ્કી 2898 એડીને પાછળ છોડી દીધી છે, ફિલ્મે તેના ચોથા રવિવારે માત્ર ₹ 8.25 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો: Janhvi Kapoor : જાહ્નવી કપૂરે રિલેશનશિપ પર કર્યો ખુલાસો ‘પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગથી હું ઘણીવાર બ્રેકઅપ કરતી અને માફી પણ માંગતી’..

બેડ ન્યૂઝના ફર્સ્ટ વીકના કલેક્શન (₹ 29.55 કરોડ)એ તેને ફાઈટર, કલ્કી 2898 એડી, શૈતાન, બડે મિયાં છોટે મિયાં અને ક્રૂ પછીની હિન્દી ફિલ્મ માટે વર્ષની છઠ્ઠી સૌથી વધુ પ્રથમ સપ્તાહમાં કમાણી કરી છે.

બેડ ન્યૂઝમાં તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ મુખ્ય ભૂમિકામાં હતા, રવિવારના રોજ એકંદરે 28.78% હિન્દી બિઝનેસ ધરાવે છે. સવાર અને રાત્રિની સરખામણીમાં બપોર અને સાંજના શો દરમિયાન ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે બપોરના શોમાં 34.64%નો કબ્જો જોવા મળ્યો હતો, જ્યારે સાંજના શોમાં મૂવી થિયેટરોમાં 41% થી વધુ ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો: Neha Dhupia : 22 વર્ષથી સંઘર્ષ કરી રહી છે, બોલિવૂડમાં નહીં પરંતુ સાઉથ ફિલ્મોની ઓફર મળે છે, નેહા ધૂપિયાએ ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Sacnilk મુજબ, ફિલ્મનું મોટાભાગનું રવિવારનું કલેક્શન ચેન્નાઈ (60.25%), ત્યારબાદ જયપુર (39.75%), ભોપાલ (37.25%), બેંગલુરુ (34%) અને દિલ્હી-NCR (32.50%) માંથી આવ્યું છે. બેડ ન્યૂઝે અક્ષય કુમારની સરફિરાને પણ પાછળ છોડી દીધી છે , જેને વિકી કૌશલ સ્ટારર ફિલ્મની સરખામણીમાં ઓછી સ્ક્રીન મળી છે. સરફિરાના મુંબઈમાં 472 શો અને દિલ્હી-એનસીઆરમાં 570 શો હતા, જ્યારે બેડ ન્યૂઝના ડબલ સ્ક્રીન્સ હતા. સરફિરા, તેની રિલીઝના દસ દિવસ પછી પણ, કુલ 21.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી-સ્ટારર અગાઉ રિલીઝ થયેલી કરીના કપૂર -સ્ટારર ક્રૂ અને શાહિદ કપૂર -સ્ટારર તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા સાથે સરખામણી કરવામાં આવી રહી છે, જે બંને શહેરના પ્રેક્ષકોને લક્ષ્યાંકિત કરવામાં આવી હતી. ક્રૂ ફિલ્મની ઓપનિંગ ડે ની કમાણી ₹ 10.28 કરોડ હતી. અને ઓલઓવર ₹ 89.92 કરોડનું ઈન્ડિયામાં નેટ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ 75 કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે.

શાહિદ કપૂર અને કૃતિ સેનનની કોમેડી ડ્રામા તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાએ તેના શરૂઆતના દિવસે ₹ 7.02 કરોડની કમાણી કરી હતી અને એકલા ભારતમાં ₹ 80.88 કરોડ એકત્ર કર્યા હતા. આ ફિલ્મ પણ ₹ 75 કરોડના કથિત બજેટમાં બની હતી. અત્યાર સુધીમાં, બેડ ન્યૂઝે TBMAUJ કરતાં વધુ સારા નંબરમાં કમાણી કરી છે, તે ફિલ્મએ વિકેન્ડ પર લગભગ ₹ 25 કરોડની કમાણી કરી હતી. આ દરમિયાન, વિકી કૌશલની ફિલ્મે ક્રૂના વીકએન્ડ કલેક્શન જેટલી જ કમાણી કરી છે, જે 29.5 કરોડ રૂપિયા હતી.

હવે એ જોવાની જરૂર રહેશે કે શું બેડ ન્યૂઝ પણ સારૂ પરફોર્મ કરે છે કે કેમ અને ક્રૂ અને TBMAUJ ને પાછળ છોડી દે છે વાસ્તવિક કસોટી તેના પ્રથમ સોમવારે ફિલ્મના કલેક્શન પર નિર્ભર કરે છે. ક્રૂએ તેના પ્રથમ સોમવારે ₹ 4.2 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી હતી, જ્યારે TBMAUJ ₹ 3.65 કરોડનું કલેક્શન હતું. અત્યાર સુધી, બેડ ન્યૂઝ ભારતમાં વીકએન્ડ કલેક્શનના સંદર્ભમાં TBMAUJ કરતાં આગળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ