Bad Newz Song Raula Raula : બેડ ન્યુઝનું નવું ગીત રૌલા રૌલા રિલીઝ, વિકી કૌશલના ડાન્સ મૂવ્સથી ચાહકો પ્રભાવિત

Bad Newz Song Raula Raula : બેડ ન્યૂઝમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. બેડ ન્યૂઝ એક સત્ય ઘટના પર આધારિત છે, જે હેટરોપેટરનલ સુપરફેકન્ડેશનની ઘટનાને સમજાવે છે.

Written by shivani chauhan
Updated : July 27, 2024 11:18 IST
Bad Newz Song Raula Raula : બેડ ન્યુઝનું નવું ગીત રૌલા રૌલા રિલીઝ, વિકી કૌશલના ડાન્સ મૂવ્સથી ચાહકો પ્રભાવિત
બેડ ન્યુઝનું નવું ગીત રૌલા રૌલા રિલીઝ, વિકી કૌશલના ડાન્સ મૂવ્સથી ચાહકો પ્રભાવિત

Bad Newz Song Raula Raula : વિકી કૌશલ (Vicky Kaushal), તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અને એમી વિર્ક ફિલ્મ બેડ ન્યૂઝ (Bad Newz ) 19 જુલાઈ 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી. હવે ફિલ્મના નિર્માતાઓએ મૂવીનું પાર્ટી ગીત “રૌલા રૌલા” રિલીઝ થયું છે. ગીતમાં, વિકી મસ્તીભર્યા અવતારમાં, તૃપ્તિ સાથે રેપિંગ અને ડાન્સ કરતો જોઈ શકાય છે. નિર્માતાઓએ ગીત રિલીઝ કર્યું ત્યારે ચાહકોને ખાતરી છે કે “તૌબા તૌબા” માત્ર એક ટ્રેલર હતું, જ્યારે ” રૌલા રૌલા”એક પરફેક્ટ અલગ વાઇબ આપે છે. ઘણા લોકો ગીતમાં વિકીના એક્સપ્રેશન અને ડાન્સથી પ્રભાવિત પણ થયા છે.

આ પણ વાંચો: Anant Radhika Wedding : અનંત રાધિકાનું લગ્ન પછીનું સેલિબ્રેશન ઈંગ્લેન્ડના સ્ટોક પાર્કમાં થશે નહિ, હોટલ ઓથોરિટીની પુષ્ટિ

‘રૌલા રૌલા’ ગીત રોમી દ્વારા ગાવામાં આવ્યું છે અને ડેવી સિંઘ દ્વારા લખવામાં આવ્યું છે અને પ્રેમ અને હરદીપ દ્વારા રચિત છે. પ્રશંસકોએ ફિલ્મ પહેલાથી જ થિયેટરોમાં જોઈ હોવા છતાં, ગીત રિલીઝ થયા બાદ પણ તેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો. કમેંન્ટ સેક્શનમાં “વિકી કૌશલ કે ફેસિયલ એક્સપ્રેશનઅને પગની ચાલ….ઓહ માય ગોડ”, “વિકી વિકી હો ગઈ અબ તો બોલિવૂડ મી”, અને “બધાની નજર ફક્ત વિકી ભાઈ પર છે ” જેવી પ્રતિક્રિયાઓથી છલકાઈ ગઈ હતી.

આ પણ વાંચો: Kalki 2898 AD : કલ્કી 2898 એડી હાલમાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર સાતમી ભારતીય ફિલ્મ, વિશ્વભરમાં ₹ 1100 કરોડની કમાણી

બેડ ન્યૂઝમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. બેડ ન્યૂઝ એક સત્ય ઘટના પર આધારિત છે, જે હેટરોપેટરનલ સુપરફેકન્ડેશનની ઘટનાને સમજાવે છે. 19 જુલાઈના રોજ થિયેટરોમાં આવેલી બેડ ન્યૂઝે ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર 43 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ