Bade Miyan Chhote Miyan Trailer : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનિત ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ઘણા સમયથી ચર્ચામાં છે. બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ફેન્સ તેના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરવાની માંગ કરી રહ્યા હતા. હવે હોળીના એક દિવસ પછી ચાહકોને બડે મિયાં છોટે મિયાંના નિર્માતાઓ તરફથી ટ્રેલરના રૂપમાં મોટી ભેટ મળી છે.
નિર્માતાઓ દ્વારા મંગળવારે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ કરાયું છે. ટ્રેલર એક્શનથી ભરપૂર છે. જેમાં ટાઈગર અને અક્ષયની જોડી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરમાં બે બાબતો દેશભક્તિ અને એક્શન જોરદાર છે.
આ પણ વાંચો :
W
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લગભગ 2 મહિના પહેલા રિલીઝ થયું હતું. જેમાં બંને એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. હવે બડે મિયાં અને છોટે મિયાં ટ્રેલરમાં પણ ધૂમ મચાવતા જોવા મળે છે.