ં
Bade Miyan Chote Miyan Box Office Collection Day 1 : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનિત મુવી બડે મિયાં છોટે મિયાં મુવી 11 એપ્રિલે ઇદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. બડે મિયાં છોટે મિયાં મુવીએ લોકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. આ તકે હવે અલી અબ્બાઝની બડે મિયાં છોટે મુવી ઓપનિંગ ડે કલેક્શન Bade Miyan chote Miyan Collection) સામે આવ્યું છે.
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક અનુસાર, બડે મિયાં છોટે મિયાં મુવીએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ખલબલી મચાવી કુલ 15.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મહત્વનું છે કે, અજય દેવગણની રિયલ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘મેદાન’ પણ ઇદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.
હવે મેદાનના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અક્ષય કુમાર અજય દેવગણ પર ભારે પડ્યો છે. મળતી માહિતી અનુસાર, મેદાન બોક્સ ઓફિસ પર માત્ર 5.32 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી છે. બડે મિયાં છોટે મિયાંએ અજય દેવગન-સ્ટારર શૈતાનના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધું છે. શૈતાનએ પ્રથમ દિવસે કરીના કપૂર અને તબ્બુ-સ્ટારર ક્રૂ કરતાં પણ વધુ કમાણી કરી હતી. હિન્દી સિનેમા માટે અત્યાર સુધી 2023 બહુ મજબૂત વર્ષ રહ્યું નથી. બોલિવૂડ હંગામા અનુસાર, આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ફાઈટર’ રહી છે, જેણે બોક્સ ઓફિસ પર 199.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બડે મિયાં છોટે મિયાં એક એક્શન-એન્ટરટેઈનરન છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર અને અલાયા એફ પણ છે. બડે મિયાં છોટે મિયાંનું નિર્માણ વાશુ ભગનાની અને જેકી ભગનાની દ્વારા રૂ.300 કરોડથી વધુ બજેટમાં કરવામાં આવ્યું છે