Bade Miyan Chote Miyan Quick Review : અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અંગે લોકોએ કહી મોટી

Bade Miyan Chote Miyan Quick Review : બડે મિયાં છોટે મિયાં મુવી ઇદના અવસર પર 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાન સહિત લોકોએ ક્વિક રિવ્યૂ આપ્યો છે.

Written by mansi bhuva
Updated : April 10, 2024 17:19 IST
Bade Miyan Chote Miyan Quick Review : અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અંગે લોકોએ કહી મોટી
Bade Miyan Chote Miyan Quick Review : બડે મિયાં છોટે મિયાં લઇને લોકોએ કહી મોટી

Bade Miyan Chote Miyan Quick Review : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને કારણે જોરશોરથી છવાયેલા છે. ‘બડે મિયાં છોટે મિયાં’ મુવી ઇદના અવસર પર 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ ક્વિક રિવ્યૂ સામે આવ્યો છે.

Bade Miyan Chote Miyan Quick Review | Bade Miyan Chote Miyan Salma Khan Review | Eid 2024 | Akshay Kumar | Tiger Shroff

હકીકતમાં ટ્વિટર એક્સ પર ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મને લઇને લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. મહત્વનું છે કે, ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનો લોકોમાં ભારે ક્રેઝ છે. ત્યારે લોકોએ ટ્વિટર પર કહ્યું કે, આ મુવી બ્લોકબસ્ટર સાબિત થવાની છે.

અક્ષય ખન્નાએ પણ ‘બડે મિયાં છોટે મિયાં’ મુવીના ઘણા વખાણ કર્યા છે. તેઓએ યૂટ્યૂબર શાન પરાશરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

બડે મિયાં છોટે મિયાં મુવી વિશે એક ફેને લખ્યું કે, ખેલ તો હવે શરૂ થયો છે, પ્રલય આવી રહ્યો બસ એક દિવસમાં. સલમાન ખાન પણ થોડા દિવસ પહેલાં ફિલ્મને લઇને અભિનંદન પાઠવ્યા હતા.

સલમાન ખાને ટ્વિટર લખ્યું હતું કે, ‘બડે મિયાં છોટે મિયાં, અક્કી અને ટાઇગર બંનેને અભિનંદન, ફિલ્મ સુપરહિટ સાબિત થશે’.

આ પણ વાંચો : આ ગુજરાતી મૂળની બોલિવૂડ ફ્લોપ એક્ટ્રેસ ધારાસભ્યની વહુ બની, આજે કરોડોની માલકિન

વધુમાં સલમાન ખાને લખ્યું કે, ‘ટ્રેલર બહુ સારુ હતું અને અલી તારે આ ફિલ્મથી ટાઇગર અને સુલતાનનો રેકોર્ડ તોડવાનો છે. આશા છે કે હિંદુસ્તાનને તમે અને હિદુસ્તાન તમને ઇદી દે’.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ