/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bahubali-fame-nassar-birthday.jpg)
Nassar : નાસ્સર ફાઇલ તસવીર
South Actor Nassar Birthday : સિનેમા જગતમાં ઘણા એવા કલાકાર છે જેઓ સ્ટાર બનતા પહેલા નાના-મોટા કામ કરતા હતા. જેમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, એક્ટર નાસ્સર વગેરે સામેલ છે. આ અહેવાલમાં આજે અમે બાહુબલી સ્ટાર નાસ્સરના જીવનની સંઘર્ષ કહાની વિશે જણાવીશું.આજે 5 માર્ચ મંગળવારે સાઉથ અભિનેતા નાસ્સર પોતાનો 66મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. નાસ્સરે પોતાની એક્ટિંગનો જલવો સાઉથથી લઇને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેખાડ્યો છે.
એક્ટર નાસ્સરનો જન્મ 5 માર્ચ 1958ના રોજ થયો હતો. તેઓ પ્રખ્યાત અભિનેતાની સાથે સારા નિર્દેશક પણ છે. મદ્રાસના ચૈંગલપટ્ટૂમાં જન્મ પામેલા નાસ્સરનું આખું નામ એમ.નાસ્સર છે. નાસ્સરની પહેલી ફિલ્મ કલ્યાણ અગાથિગલ હતી. નાસ્સરને એક્ટિગંનો ખુબ જ શોખ હતો. તેઓને કોઇ પણ ફિલ્મમાં નાના રોલ મળતો તો પણ અપાર ખુશી થતી હતી.
આ પછી તેઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક્ટિંગની દુનિયામાં પ્રવેશ્યા પછી નાસ્સરને ફિલ્મમાં નાના રોલ ઓફર થતાં હતા, પરંતુ તેમાં ઘરનો ખર્ચ પૂરો થતો ન હતો. તેથી ઘર ચલાવવા માટે નાસ્સર ફિલ્મમાં કામ કરવાની સાથે વેઇટર અને સિક્યોરિટી ગાર્ડની પણ નોકરી કરતા હતા. આ કઠિન પરિશ્રમ વચ્ચે પણ તેણે તેનું મનોબળ મજબૂત રાખ્યું અને આજે તેઓ એક સફળ એક્ટર તરીકે જગ વિખ્યાત છે.
આજે અભિનેતા નાસ્સરના લાખો ફેન્સ છે. નાસ્સરને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ બાહુબલીથી મળી હતી. આ ફિલ્મમા નાસ્સરે બિજ્જલદેવનું પાત્ર બખુબી નિભાવ્યું હતું. જો નાસ્સરની ફિલ્મોની વાત કરીએ તો તેઓએ હિંદી,તેલુગુ, મલયાલમ સહિત અંગ્રેજીમાં પણ પોતાની એક્ટિંગની જાદુ વિખેર્યો છે. નાસ્સરની પોપ્યુલર ફિલ્મોમાં ઇરૂવર, રોઝા, વીરમ, ખુશી, અંગરક્ષક, ચાચી 420, રાવડી રાઠૌર, બાહુબલી, રમૈયા વસ્તાવૈયા, થલાઇવી વગેરે જેવી ફિલ્મો સામેલ છે. ે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us