Bal Shivaji First Look: 'બાળ શિવાજી'ના પાત્ર માટે આ અભિનેતાની પસંદગી, નિર્માતાઓએ ફિલ્મ અંગે કહી આ મોટી વાત

Bal Shivaji First look : રાધવ જાધવે મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારી ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના માતા-પિતા, જીજામાતા અને શાહજી રાજે ભોસલે દ્વારા બાળપણમાં મજબૂત પાયો બાંધવામાં આપેલા અમૂલ્ય યોગદાનને દર્શાવશે.

Bal Shivaji First look : રાધવ જાધવે મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારી ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના માતા-પિતા, જીજામાતા અને શાહજી રાજે ભોસલે દ્વારા બાળપણમાં મજબૂત પાયો બાંધવામાં આપેલા અમૂલ્ય યોગદાનને દર્શાવશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Bal Shivaji first look

બાળ શિવાજીના પાત્ર માટે આ અભિનેતાની પસંદગી

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ નિમિત્તે નિર્માતા સંદીપ સિંહ અને AVS સ્ટુડિયોએ તેમની આગામી ફિલ્મ 'બાલ શિવાજી'નું ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. જેમાં સૈરાટ સ્ટાર આકાશ ઠોસર મુખ્ય ભૂમિકામાં છે. છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રવિ જાધવ કરશે.

Advertisment

મહત્વનું છે કે, બાળ શિવાજી મોટા પાયા પર બનેલી પ્રથમ મરાઠી ફિલ્મોમાંથી એક હશે. તે મરાઠા શાસકના કિશોરાવસ્થાના વર્ષોને ક્રોનિકલ કરશે, 12 વર્ષની ઉંમરથી લઈને 16 વર્ષની ઉંમર સુધીના તેમના જીવનના તબક્કાને પ્રગટ કરશે.

મંગળવારે રવિ જાધવે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોશન પોસ્ટરની સાથે ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરી લખ્યું, "બાળ શિવાજીની જૂની ગાથા જુઓ, યુવાન સમ્રાટ તલવાર ચલાવવા અને તાજ જીતવા માટે તૈયાર થઈ રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ પર મહાકાવ્ય આશ્ચર્યજનક અનાવરણ. પ્રતિભાશાળી @akashthosar દ્વારા એક રસપ્રદ ચિત્રણ માટે તમારી જાતને તૈયાર કરો.

રાધવ જાધવે મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારી ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના માતા-પિતા, જીજામાતા અને શાહજી રાજે ભોસલે દ્વારા બાળપણમાં મજબૂત પાયો બાંધવામાં આપેલા અમૂલ્ય યોગદાનને દર્શાવશે. કેવી રીતે નાનપણથી જ એક યોદ્ધા તરીકેની તેમની કુશળતા અને એક શાસકને સન્માનિત કરવામાં આવ્યા.

Advertisment

વધુમાં રાઘવે જણાવ્યું હતું કે, મેં નવ વર્ષ સુધી સ્ક્રિપ્ટ પર કામ કર્યું અને હવે સ્ક્રીન પર મારા વિઝનને પૂર્ણ કરવા માટે તૈયાર છું. એક દિગ્દર્શક તરીકે હું પહેલીવાર ઐતિહાસિક ફિલ્મ બનાવી રહ્યો છું. સંદીપ સિંહને વીર વાર્તા કહેવાનું મહત્વ સમજાયું. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવા માટે આકાશ થોસર અમારી સર્વસંમતિથી પસંદગી પામ્યા હતા. યુવાન રાજાની ભૂમિકા ભજવવા માટે તે શાહી દેખાવ અને વ્યક્તિત્વ ધરાવે છે. હું એમની ભૂમિકા નિભાવવા માટે તેમના ઉત્સાહ અને આતુરતાથી પ્રભાવિત થયો હતો.

બીજી બાજુ નિર્માતા સંદીપ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજને જાણે છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના પ્રારંભિક વર્ષો - તેમના બાળપણ વિશે બહુ ઓછી માહિતી છે. જ્યારે રવિ જાધવજીએ વાર્તા સંભળાવી ત્યારે હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો. આ કહાની માતા અને પુત્ર વિશે છે અને કેવી રીતે શિવાજીનો ઉછેર વિશ્વના સૌથી નીડર અને બહાદુર યોદ્ધા તરીકે થયો હતો તેની છે.

આ સાથે સંદીપ સિંહે કહ્યું કે, “જ્યારે મેં સૈરાટ જોયું, ત્યારે મને ખબર હતી કે આ નવા કલાકારમાં લાખો લોકોને આકર્ષિત કરવાની ચિંગારી છે. અમારા મતે, આકાશ ઠોસર સિવાય બીજું કોઈ બાલ શિવાજીની ભૂમિકા ભજવી શકે નહીં.

આ પણ વાંચો: ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો ફિલ્મનું કુલ કલેક્શન

'બાલ શિવાજી'નું નિર્માણ સંદીપ સિંહ, સેમ ખાન, રવિ જાધવ, વિશાલ ગુરનાની, જુહી પારેખ મહેતા સહિત અભિષેક વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ચિન્મય માંડલેકર અને રવિ જાધવે લખી છે અને આ વર્ષથી સમગ્ર મહારાષ્ટ્રમાં તેનું શૂટીંગ થશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ