/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/BAPS-Hindu-Mandir-Abu-Dhabi-Akshay-Kumar-gujarati-news.jpg)
BAPS Mandir Abu Dhabi Akshay Kumar : BAPS હિન્દુ મંદિર અક્ષય કુમાર અબુ ધાબી મંદિર
Akshay Kumar : અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) બુધવારે યુએઈના પ્રથમ હિંદુ મંદિરના ઉદ્ઘાટનમાં અબુ ધાબી પહોંચ્યા હતા.અબુ ધાબીના હિન્દૂ મંદિર (temple in Abu Dhabi) નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા કરવામાં આવ્યું છે , આ વિશાળ મંદિર પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જે વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડાયેલું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/BAPS-Hindu-Mandir-Abu-Dhabi-Akshay-Kumar-gujarati-news-1.jpg)
આ ખાસ પ્રસંગએ, અક્ષય કુમારએ પણ (Akshay Kumar) હાજરી આપી હતી, એક્ટરે સફેદ અને ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
મંદિરની ખાસિયત
BAPS હિંદુ મંદિર નામનું મંદિર, તાપમાન માપવા અને ધરતીકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે 300 થી વધુ હાઇ-ટેક સેન્સર સાથે બનાવવામાં આવ્યું છે. મંદિરના નિર્માણમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ફાઉન્ડેશન ભરવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
#WATCH | Actor Akshay Kumar arrives at Abu Dhabi BAPS temple to be inaugurated by PM Modi today pic.twitter.com/pX3PsWmgqI
— ANI (@ANI) February 14, 2024
આ પણ વાંચો: Arjun Kapoor : ‘સિંઘમ અગેન” માં અર્જુન કપૂર હશે શૈતાનના રોલમાં, જુઓ ફર્સ્ટ લુક
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મરેખાહમાં 27 એકરની જગ્યા પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.મંગળવારે, UAE સાથે મલ્ટીપલ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા પછી, અને ભારતીય ડાયસ્પોરાની વિશાળ ભાગીદારી જોવા મળેલી હાઇ-વોલ્ટેજ 'અહલાન મોદી' ઇવેન્ટમાં હાજરી આપ્યા પછી, PM મોદી બુધવારે સાંજે અબુ ધાબીમાં સૌથી મોટા હિન્દુ પથ્થર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન ત્યારપછી ગલ્ફ ક્ષેત્રની તેમની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે કતારના નેતૃત્વને મળવા દોહા જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us