Bawaal Film Review : ‘બવાલ’ ફિલ્મની સ્ટોરીમાં નિતેશ તિવારીની વાઇફનું લખાણ, શાનદાર સ્ટોરી ટેલિંગ ફિલ્મને બનાવે છે યુનિક

Bawaal Film Review : 'બવાલ' વર્લ્ડવોર-2 અને હિટલરના ઇતિહાસને પર્સનલ લવસ્ટોરીની સમસ્યાઓમાં રૂપાંતરિત કરતી આ ફિલ્મ છે.જે ગઈકાલે(22 જુલાઈ,2023) એ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે.

Written by shivani chauhan
Updated : July 22, 2023 14:36 IST
Bawaal Film Review : ‘બવાલ’ ફિલ્મની સ્ટોરીમાં  નિતેશ તિવારીની વાઇફનું લખાણ, શાનદાર સ્ટોરી ટેલિંગ ફિલ્મને બનાવે છે યુનિક
બાવાલ ફિલ્મ રિવ્યુ

ગઈકાલે (21 જુલાઈ, 2023) એ બવાલ રિલીઝ થઇ છે, નિતેશ તિવારીની ફિલ્મ ‘બવાલ’ ને વધુ ગહન બનાવવાની કોશિશ કરીને ઓડિયન્સને વધુ વચન આપે છે, પરંતુ ફિલ્મ થોડીક કંટાળાજનક લાગે છે, અને તે અફસોસની વાત છે, કારણ કે આ ફિલ્મમાં કંઈ યુનિક લાગતું નથી.

લખનૌ શહેરમાં રહેતો એક માણસ અજય ઉર્ફે અજ્જુ ( વરુણ ધવન ) તેના સંપૂર્ણ જીવન દરમિયાન પોતાની ઇમેજ બનાવામાં અને પોલિશ કરવામાં વિતાવે છે અને તેનો સ્વેગ ટકાવી રાખવા માટે પ્રયાસો કરે છે. સ્થાનિક શાળામાં ઇતિહાસના શિક્ષક તરીકે તે નોકરી કરે છે. પરંતુ કોઈ પણ વિષય વસ્તુનું જ્ઞાન તેને હોતું નથી, તે જોતાં, તે તેના સહનશીલ માતાપિતા (મનોજ પાહવા અને અંજુમન સક્સેના) અને તેના શ્રેષ્ઠ મિત્ર (પ્રતીક પચોરી) સહિત તેનો સમય અને તેની આસપાસના અન્ય લોકોનો સમય બગાડે છે. પછી, એક સુંદર, સમજદાર નિશા (જાન્હવી કપૂર) તેના જીવનમાં એન્ટ્રી કરે છે,અને તેનું જીવન બદલાઈ જાય છે.

આ પણ વાંચો: Bhumi Pednekar : ભૂમિ પેડનેકર બની બોલીવુડની બિઝનેસ વુમન, ગોવામાં શરૂ કરશે શાનદાર હોટેલ

અનુમાનિત એન્ડ પહેલાં, અજય નિશાને બીજા વિશ્વયુદ્ધ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત માનવામાં આવતા યુરોપિયન શહેરોની મુસાફરી કરાવે છે. પેરિસ, એમ્સ્ટરડેમ, નોર્મેન્ડી, બર્લિન, જે ઓશવિટ્ઝમાં પરિણમે છે. બીજું વિશ્વ યુદ્ધ અને હિટલરની વાતો કરે છે, કારણ કે આ તે વિષય છે જે અજય(ટીચર છે ) વર્ગમાં ભણાવવાનો છે. અજય રીલ્સ બનાવવા માટે સ્મારકોની સામે પોઝ આપે છે કે જેથી તેના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, હિટલરની થોડીક અને ગેસ ચેમ્બરની ભયાનકતા અને યહૂદીઓના સંહાર સાથેના યુદ્ધ વિશે વિદ્યાર્થીઓને જાણવાની જરૂર છે તે બધું શીખવે શકે છે. પરંતુ અજયને કેવી રીતે નોકરી પર લેવામાં આવ્યો? તે કહેવામા આવ્યું નથી.

સ્ટોરીમાં ઘણા વધુ સમસ્યારૂપ મુદ્દાઓ છે. એક સૌથી મોટું એપીલેપ્સી (એપીલેપ્સી આનુવંશિક ડિસઓર્ડર અથવા મગજની ઇજાના પરિણામે થઈ શકે છે, જેમ કે ઇજા અથવા સ્ટ્રોક) પ્રત્યે અજયનું ભયાનક વલણ છે, અજય તેનો પાઠ શીખે છે.નીતીશ તિવારીની સ્ટોરી ટેલિંગ શાનદાર છે, વર્લ્ડવોર-2 અને હિટલરના ઇતિહાસને પર્સનલ લવસ્ટોરીની સમસ્યાઓમાં રૂપાંતરિત કરતી આ ફિલ્મ છે.એક સિમ્પલ મુવીને યુનિક ટચ આપવાની ટ્રાય નીતીશ તિવારીએ કરી છે.આ ફિલ્મની સ્ટોરી ડાયરેક્ટર નીતીશ તિવારીની વાઈફ અશ્વિની ઐયર તિવારીએ લખી છે.

આ પણ વાંચો: Vivek Oberoi Defrauded Case : અભિનેતા વિવેક ઓબેરોયના બિઝનેસ પાર્ટનરે તેની સાથે કરી ₹ 1.54 કરોડની છેતરપિંડી, મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ

ફિલ્મમાં વરુણ ધવન અજ્જુ જેવા વ્યક્તિ અપ્રિય અસ્પષ્ટતા હેઠળ તેના નિમ્ન આત્મસન્માનને છુપાવે છે. જાહ્નવીને એક આભારવિહીન ભૂમિકા આપવામાં આવી છે, નિશા( જાહ્નવી) ફિલ્મમાં હીરોને પ્રોત્સાહન આપતી જોવા મળે છે, જે સ્ત્રી-પુરુષ સંબંધોને બતાવવાની બોલિવૂડની સૌથી બેઢંગી રીત છે. પરંતુ તેઓ તેમના પ્રવાસની મધ્યમાં એકબીજાને જાણે છે, જેમાં વાસ્તવિક મીઠાશ છે, ફિલ્મ તે મોમેન્ટ્સ પર વધુ ટકી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ