અભિનેતા અભિષેક બચ્ચને (Abhishek Bachchan) ગયા વર્ષે “આઈ વોન્ટ ટુ ટોક” માં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. વર્ષ 2025 માં તે ફરી એકવાર પિતા-પુત્રીના જીવન પર આધારિત ફિલ્મમાં અભિનય કરશે. “બી હેપ્પી” નામની આ ફિલ્મમાં નોરા ફતેહી, ઇનાયત વર્મા અને નાસ્સર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે અને તેનું દિગ્દર્શન રેમો ડિસોઝા અને મ્યુઝિક દિગ્દર્શન ગુજરાતના હર્ષ ઉપાધ્યાય (Harsh Upadhyay) દ્વારા કરવામાં આવ્યું છે.
બી હેપ્પી ટ્રેલર (Be Happy Trailer)
બી હેપ્પી ટ્રેલરમાં શિવ અને તેની મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી પુત્રી ધારાની ભાવનાત્મક અને રમૂજી સફર દર્શાવવામાં આવી છે, જે ડાન્સ રિયાલિટી શો જીતવા માંગે છે. પ્રોમોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સિંગલ પિતા તેના જીવનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે જેથી તેની પુત્રી તેનું સ્વપ્ન સાકાર કરી શકે.
અભિષેક બચ્ચન અને ઇનાયત વર્મા સ્ટારર ફિલ્મ ‘બી હેપ્પી’ ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. પિતા અને પુત્રીની આ સુંદર સ્ટોરી 14 માર્ચે 2025 શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે.
બી હેપ્પીમાં હર્ષ ઉપાધ્યયનું મ્યુઝિક
અભિષેક બચ્ચનની બી હેપ્પી મુવીમાં હર્ષે મ્યુઝિક ડિરેકટર તરીકે અભિષેક બચ્ચન, નોરા ફતેહી સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે ટોટલ બાર ગીત આપ્યા છે જેમાં એક ‘રાજા’ ગીત ખાસ ગણપતિ પર છે જેમાં ભગવાન ગણપતિના 108 નામ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આમિર ખાનના બર્થ ડે અગાઉ શાહરૂખ ખાન સલમાન ખાન એક્ટરના ઘરે પહોંચ્યા, બર્થ ડે સેલિબ્રેશન કર્યું? જુઓ વિડીયો
હર્ષ ઉપાધ્યય (Harsh Upadhyay)
ગુજરાતના ભરૂચના હર્ષ ઉપાધ્યયએ 16 વર્ષની ઉંમર ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જ્યાં હર્ષ રેમો ડીસોઝાને મળ્યા હતા. તેણે એબીસીડી 2, ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક માં મ્યુઝિક આપ્યું હતું, નોરા ફતેહી સાથે સુલતાના સોન્ગમાં પણ મ્યુઝિક આપ્યું છે આ સોન્ગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. આ ઉપરાંત અજય દેવગણ અને સંજય દત્તનું સન ઓફ સરદાર’ મુવીમાં 3 ગીત માટે, કાજોલની આવનારી ફિલ્મ ‘માં’ પણ કામ કર્યું છે. હર્ષના બાકીના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે.





