Berlin Trailer : જાસૂસી થ્રિલર મુવી ‘બર્લિન’ (Berlin) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેની સ્ટોરી 90ના દાયકામાં નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિના આગમન પર આધારિત છે. મુવી અતુલ સભરવાલ દ્વારા નિર્દેશિત છે. દર્શકો ફિલ્મ13 સપ્ટેમ્બરથી ZEE5 પર જોઈ શકશે. તે ઝી સ્ટુડિયો અને યિપ્પી કી યે મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે.
‘બર્લિન’નું ટ્રેલર નવેમ્બર 1993ના દિવસોથી શરૂ થાય છે. એક બહેરા અને મૂંગા છોકરાની વિદેશી જાસૂસ હોવાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. સાંકેતિક ભાષા બોલતા નિષ્ણાતને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવે છે, જે અધિકારીઓને પૂછપરછમાં મદદ કરે છે, પરંતુ પોતે એક ષડયંત્રનો શિકાર બને છે. આ પૂછપરછ રશિયાના રાષ્ટ્રપતિની હત્યાના કાવતરાના કેસ સાથે સંબંધિત છે. ફિલ્મનું ટ્રેલર દર્શાવે છે કે તે એક શાનદાર થ્રિલર હશે, જોકે તે કેટલી શક્તિ ધરાવે છે તે રિલીઝ પછી જ નક્કી થશે.
‘બર્લિન’ ટ્રેલર (‘Berlin’ Trailer)
આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-રણવીર સિંહએ બાંદ્રામાં આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ, કિંમત જાણી ચોંકી જશો, જુઓ વિડીયો
‘બર્લિન’માં અપારશક્તિ ખુરાના, ઈશ્વાક સિંહ, રાહુલ બોઝ, અનુપ્રિયા ગોએન્કા અને કબીર બેદી સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ MAMI અને સ્ટાર્સ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સાઈન લેંગ્વેજ એક્સપર્ટની ભૂમિકા ભજવી રહેલા અપારશક્તિ ખુરાનાએ કહ્યું કે આ એક એવી ફિલ્મ છે જેની સાથે તે ભાવનાત્મક રીતે જોડાયેલ છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ એક કોયડા જેવી છે.
આ પણ વાંચો: Vijay Varma : IC 814 ધ કંદહાર હાઇજેક એક્ટર વિજય વર્મા સંઘર્ષ વિશે ખુલાસો કરતા શું કહે છે? જાણો
ફિલ્મમાં બહેરા અને મૂંગા વ્યક્તિની ભૂમિકા ભજવનાર અભિનેતા ઈશ્વાક સિંહે તેને ખાસ ગણાવ્યું ફિલ્મનું વર્ણન કરતાં તેણે કહ્યું કે તેને તેના પાત્રો અને સ્ટોરી રસપ્રદ લાગી હતી. તેણે કહ્યું કે આ પાત્ર તેના માટે અત્યાર સુધીનો સૌથી પડકારજનક રોલ હતો. ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવતા રાહુલ બોઝે કહ્યું કે બર્લિન એક એવી ફિલ્મ છે જે સ્ટોરી કહેવાના અભિગમને પડકારે છે. સ્ટોરી એવી રીતે વણાઈ છે કે દર્શકો અનુમાન લગાવતા રહે છે કે સત્ય શું છે.





