/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-19.jpg)
લાફટર ક્વીન ભારતી સિંહને ખાવાના પણ ફાંફા હતા, આજે મહિને કમાય છે લાખો રૂપિયા
Bharti Singh Net Worth : લાફટર ક્વીન તરીકે ખ્યાતિ ધરાવનાર ભારતી સિંહ (Bharti Singh) આજે પરિચયને મોહતાજ નથી. ભારતી સિંહને દરેક લોકો ઓળખતા જ હશે. ભારતી સિંહ મનોરંજનની દુનિયાનો ચમકતો ચહેરો છે. કોમેડિયને ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે તેને વધુ વજનના કારણે ઘણા ટોણા, રિજેક્શન અને સંધર્ષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેને હાર ન માની અને તેણે તેની ખડખડાટ હસાવવાની પોતાની પ્રતિભાથી એક અલગ મુકામ હાંસિલ કર્યું. સાથે જ લાખો દિલોના ચાહકોમાં સ્થાન પણ બનાવ્યું. આજે ભારતી સિંહ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઇ છે. ત્યારે ભારતી સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે જાણો તેના સંઘર્ષની કહાની.
ભારતી સિંહનો જન્મ 3 જૂલાઇ 1984માં પંજાબના અમૃસરમાં થયો હતો. ભારતી સિંહે ક્યારેક લલ્લી તો ક્યારેક બચ્ચા યાદવની પત્ની બનીને લોકોને ખડખડાટ હસાવ્યા છે. પરંતુ એક સમયે તેની પાસે એક ટકના ભોજનના પણ ફાંફા હતા. ત્રણ બહેનોમાં ભારતી સિંહ સૌથી નાની હતી. ભારતી સિંહ માત્ર બે વર્ષની હતી ત્યારે જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું. તેવામાં આખા પરિવારનું એકલા માંએ ભરપોષણ કરવું ઘણું અઘરું હતુ અને તેઓ જેમ તેમ પોતાનું ગુજરાન કરતા હતા.
ભારતી સિંહે કારકિર્દીનો પ્રારંભ વર્ષ 2008માં રિયાલિટી શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર શોથી કર્યો હતો'. આ પછી તેની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો. કોમેડીની દુનિયામાં પ્રસિદ્ધી મેળવ્યા બાદ ભારતી સિંહને ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી હતી. તેણે અક્ષય કુમારની ખિલાડી 786 અને પુલકિત સમ્રાટની સનમ રેમાં અભિયનો જલવો બતાવ્યો હતો.
ભારતી સિંહ વર્ક ફ્રન્ટ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં છે. તેણે કોમેડિયન હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા અને આ લગ્ન પછી તેને એક સુંદર બાળક છે. હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહની પહેલી મુલાકાત કોમેડી સર્કસના સેટ પર થઈ હતી. આમાં ભારતી સ્પર્ધક હતી અને હર્ષ લિમ્બાચિયા સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરતો હતો. હર્ષનું કામ બહુ સારું નહોતું ચાલતું અને જે સ્પર્ધકો માટે તે સ્ક્રિપ્ટ લખતો હતો તે શોમાંથી બહાર થઈ જતા હતા.
સાથે જ ભારતીને પણ કંઈક નવું જોઈતું હતું. આ તેની કારકિર્દીની પણ શરૂઆત હતી. આવી સ્થિતિમાં બંનેએ એકબીજા સાથે કામ કરવાનું નક્કી કર્યું. પરંતુ ઈતિહાસ બદલી શકાયો નહી. હર્ષે ભારતી માટે સ્ક્રિપ્ટ લખી અને ભારતી બહાર થઈ ગઈ. પરંતુ આ પછી એલિમિનેટ થયેલા સ્પર્ધકો માટે બીજો રાઉન્ડ યોજાયો હતો. અહીં ભારતીને હવે શોમાં તેની સ્ક્રિપ્ટ લખવા માટે અન્ય કોઈને મળવાની તક મળી હતી. પણ તેણે એવું કર્યું નહિ. ભારતીએ હર્ષ પર વિશ્વાસ કર્યો અને તેની સ્ક્રિપ્ટ તેના દ્વારા લખાવી. પણ આ વખતે વાત બની ગઈ.
આ પછી ભારતીએ નક્કી કર્યું કે, ભવિષ્યમાં તે હર્ષ દ્વારા લખાયેલી તેની તમામ સ્ક્રિપ્ટ્સ મેળવશે. પણ આ સાથે બે દિલ પણ મળ્યા હતા. વર્ક ફ્રન્ટ સિવાય બંને અંગત જીવનમાં પણ એકદમ નજીક આવી ગયા હતા. ડિસેમ્બર 2017માં હર્ષ અને ભારતી સિંહ કાયમ માટે એક થઈ ગયા. આ લગ્નથી દંપતીને લક્ષ્ય નામનો પુત્ર છે. પણ બધા તેને પ્રેમથી ગોલા કહે છે.
હવે ભારતી સિંહની નેટવર્થની વાત કરીએ તો CA નોલેજ અનુસાર, ભારતી સિંહની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયા છે. તેઓ દેશના સૌથી ધનિક કોમેડિયનોમાંના એક છે. ભારતી સિંહની દર મહિને લગભગ 25 લાખ રૂપિયાની આવક છે. વેબસાઈટ અનુસાર, તે દર વર્ષે 3 કરોડ રૂપિયા કમાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us