Bhool Bhulaiyaa 3 Song : ભૂલ ભુલૈયા 3 ફિલ્મ ગીત અમી જે તોમર રિલીઝ, વિદ્યા બાલન સાથે માધુરી દીક્ષિત પણ જોવા મળી

Bhool Bhulaiyaa 3 Song Release |ભૂલભૂલૈયા 3 હોરર-કોમેડી ફિલ્મ દિવાળીના એક દિવસ પછી 1 નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ભૂલ ભૂલૈયા 3 રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇન સાથે ટકરાશે.

Written by shivani chauhan
October 26, 2024 10:50 IST
Bhool Bhulaiyaa 3 Song : ભૂલ ભુલૈયા 3 ફિલ્મ ગીત અમી જે તોમર રિલીઝ, વિદ્યા બાલન સાથે માધુરી દીક્ષિત પણ જોવા મળી
ભૂલ ભુલૈયા 3 ફિલ્મ ગીત અમી જે તોમર રિલીઝ, વિદ્યા બાલન સાથે ડાન્સ કવિન માધુરી દીક્ષિત પણ જોવા મળી

Bhool Bhulaiyaa 3 Song Release | ભૂલભૂલૈયા 3 (Bhool Bhulaiyaa 3) ફિલ્મનું આઇકોનિક ગીત અમી જે તોમર (Ami Je Tomar) ના લેટેસ્ટ વર્ઝનનો વીડિયો આખરે રિલીઝ કરવામાં આવ્યો છે. શુક્રવારે, ભૂલ ભુલૈયા 3 ના નિર્માતાઓએ અમી જે તોમર 3.0 ગીત રિલીઝ કર્યું છે. જેમાં મંજુલિકા એટલે કે વિદ્યા બાલન અને ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત વચ્ચેનો ડાન્સ દર્શાવવામાં આવ્યો હતો.

અમી જે તોમર વિડીયો સોન્ગ (Ami Je Tomar Video Song)

મ્યુઝિક વિડિયોમાં માધુરી અને વિદ્યા સામ-સામે નૃત્ય કરતી જોઈ શકાય છે, બંને તેમની અનોખી ડાન્સ કળાથી રાજાના દરબારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, વીડિયો માત્ર એક મિનિટ અને બેતાલીસ સેકન્ડનો હતો. પ્રશંસકોએ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં તેમની ફીલિંગ દર્શાવી જેમાં કેટલાકે કહ્યું, ” માધુરી દીક્ષિતનું જોરદાર કમબેક .” અન્ય લોકોએ કહ્યું કે ગીતમાં માધુરીનો દેખાવ તેમને દેવદાસ અને કલંકમાં તેની ભૂમિકાની યાદ અપાવે છે.

આ પણ વાંચો: ગોધરાના સત્યથી પરદો ઉઠાવવા આવી રહી છે વિક્રાંત મૈસીની ‘ધ સાબરમતી રિપોર્ટ’, નવું ટીઝર આવ્યું સામે

“અમી જે તોમર 3.0” એ મૂળ ટ્રેક “અમી જે તોમર” નું નવું વરઝ્ન છે, જે 2007માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ભૂલ ભુલૈયામાં દર્શાવવામાં આવ્યું હતું. ગીતના બંને વર્ઝન શ્રેયા ઘોષાલે ગાયા છે. ગીતનો ઓડિયો ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે, શુક્રવારે, નિર્માતાઓએ ગીતનો વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં બંને સ્ટાર્સ સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા. પ્રીતમ અને અમલ મલિક દ્વારા રચિત આ ગીત સમીર દ્વારા લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કાળા હરણના શિકાર બાદ સલમાન ખાને કોરો ચેક આપ્યો હતો, લોરેન્સના પતરાઈ ભાઈનો મોટો દાવો

ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન ફરીથી રૂહ બાબાના રોલમાં જોવા મળશે. આ દરમિયાન વિદ્યા બાલન, જે 2022 ની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 માં જોવા મળી ન હતી, તે ફ્રેન્ચાઇઝીના ત્રીજા હપ્તામાં આઇકોનિક મંજુલિકા તરીકે પુનરાગમન કરશે. અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી 3 માં નવા ઉમેરા છે. અનીસ બઝમી દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ તેમની ભૂમિકાઓ ફરીથી રજૂ કરશે. હોરર-કોમેડી ફિલ્મ દિવાળીના એક દિવસ પછી 1 નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ભૂલ ભૂલૈયા 3 રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇન સાથે ટકરાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ