Bhool Bhulaiyaa 4 | ભૂલ ભુલૈયા 3 (Bhool Bhulaiyaa 3) ની સફળતા બાદ પ્રોડ્યુસર ભૂષણ કુમાર હોરર કોમેડી મૂવીનો ચોથો ભાગ ભૂલ ભુલૈયા 4 (Bhool Bhulaiyaa 4) લાવવાનો વિચાર કરી રહ્યા છે. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં નિર્માતાએ આગામી વર્ષોમાં ભૂલ ભૂલૈયા 4 રિલીઝ કરવા પર વિચાર શેર કર્યો હતો. હવે એક રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાની (Kiara Advani) આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરી શકે છે.
ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ પહેલા અફવાઓ એવી હતી કે કિયારા અડવાની અને અક્ષય કુમાર મૂવીમાં કેમિયો ભૂમિકામાં છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે ટી-સિરીઝના નિર્માતા અને એમડી, ભૂષણ કુમારે ભૂલ ભૂલૈયા 4 મલ્ટી-સ્ટારર ફિલ્મ હોવાની સંભાવના વિશે ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: એ ભારતીય એક્ટ્રેસ જેને સૌથી પહેલા ખરીદી રોલ્સ રોયસ કાર, આખો પરિવાર ઈઝરાયલ ગયો પરંતુ…
ભુલ ભુલૈયા 4 કાસ્ટ (Bhool Bhulaiyaa 4 Cast)
ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ પહેલા અફવાઓ એવી હતી કે કિયારા અડવાની અને અક્ષય કુમાર મૂવીમાં કેમિયો ભૂમિકામાં છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે ટી-સિરીઝના નિર્માતા અને એમડી, ભૂષણ કુમારે ભૂલ ભૂલૈયા 4 મલ્ટી-સ્ટારર ફિલ્મ હોવાની સંભાવના વિશે ખુલાસો કર્યો હતો. આ બધું સ્ટોરી પર નિર્ભર છે એમ જણાવતા કુમારે પણ સકારાત્મક રીતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ નક્કર સ્ટોરી હોય તો જ બધાને સાથે લાવીને કામ કરી શકાય અને એવું થવાની પુરી સંભાવના છે.
ઇન્ડસ્ટ્રીના એક સોર્સના જણાવ્યા અનુસાર ભૂષણ કુમારની ઘણી ફિલ્મો તેના ભાગ બે અને ત્રણ માટે વિકાસના તબક્કામાં છે જે મારી હૃદયની નજીક છે. સોર્સે જણાવ્યું હતું કે, “ડેવલપમેન્ટ સ્ટેજમાં ધમાલ 4 પણ છે, જે 2025માં ફ્લોર પર જવાની છે. પતિ પત્ની ઔર વો 2 અને ભૂલ ભુલૈયા 4 પણ આગામી ત્રણ વર્ષમાં બનાવવામાં આવશે – બંનેનું નેતૃત્વ કાર્તિક આર્યન દ્વારા કરવામાં આવશે.’
આ પણ વાંચો: Raha Kapoor | આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડલી રાહા કપૂર બર્થ ડે, આ વિડિયોઝ દ્વારા લોકોનું દિલ જીતી લીધું
ભૂલ ભુલૈયા 3 હાલમાં બોક્સ ઓફિસ પર સારી ચાલી રહી છે અને તેની રિલીઝના માત્ર એક અઠવાડિયામાં જ તેની પ્રોડક્શન કોસ્ટ વટાવી ગઈ છે. જ્યારે કાર્તિક આર્યન હોરર-કોમેડી ફિલ્મનું નેતૃત્વ કરી રહ્યો છે, ત્યારે તેની સાથે વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડીમરી પણ છે.