ભુલ ચૂક માફ બોક્સ ઓફિસ કલેક્શન ડે 4। રાજકુમાર રાવ, વામીકા ગબ્બી ની ફિલ્મ સ્ત્રી 2 ને ટક્કર આપશે?

Bhool Chuk Maaf | ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) નવોદિત દિગ્દર્શક કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત છે જેમાં વામિકા ગબ્બી, સીમા પાહવા, રઘુબીર યાદવ, સંજય મિશ્રા અને ઝાકિર હુસૈન જેવા કલાકારો પણ છે. જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે

Bhool Chuk Maaf | ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) નવોદિત દિગ્દર્શક કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત છે જેમાં વામિકા ગબ્બી, સીમા પાહવા, રઘુબીર યાદવ, સંજય મિશ્રા અને ઝાકિર હુસૈન જેવા કલાકારો પણ છે. જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Bhool Chuk Maaf Box Office Collection Day 4

ભુલ ચૂક માફ બોક્સ ઓફિસ કલેક્શન ડે 4। રાજકુમાર રાવ, વામીકા ગબ્બી ની ફિલ્મ સ્ત્રી 2 ને ટક્કર આપશે? આંકડા શું કહે છે?

ભુલ ચૂક માફ બોક્સ ઓફિસ કલેક્શન ડે 4। ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) રોમેન્ટિક કોમેડી મુવી છે, ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ અને વામીકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મ 23 મે, 2025 ગયા શુક્રવારે રિલીઝ થઇ હતી. ગયા વર્ષે મેડોક ફિલ્મ્સના અભિનેતા રાજકુમાર રાવ અને નિર્માતા દિનેશ વિજાને તેની હોરર કોમેડી સ્ત્રી 2 600 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ત્યારે ઇતિહાસ રચ્યો હતો. ભૂલ ચૂક માફ મુવી રિલીઝ થયે 4 દિવસ થયા છે, અહીં જાણો ભૂલ ચૂક માફ નું ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેકશન (Bhool Chuk Maaf box office day 4)

Advertisment

ભૂલ ચૂક માફ બોક્સ ઓફિસ કલેકશન ડે 4 (Bhool Chuk Maaf Box Office Collection Day 4)

સોમવારે ભૂલ ચૂક માફે 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જયારે રવિવારએ 11.5 કરોડ રૂપિયાની કમાણી હતી. શનિવારએ 9.5 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું, જયારે શુક્રવારે તેની શરૂઆતના દિવસએ 7 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ફિલ્મ સોમવારની મહત્વપૂર્ણ કસોટીમાંથી પસાર થઈ શકી નથી, તેના શરૂઆતના દિવસ કરતાં ઘણો ઓછો અને 5 કરોડનો આંકડો પણ પહોંચ્યો નહતો. સેકનિલ્કના મતે, ભૂલ ચૂક માફનું વર્તમાન સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન 32.75 કરોડ રૂપિયા છે. તે સ્ત્રી 2 એ તેના પહેલા દિવસે કરેલી કમાણી કરતાં ઓછું છે. અમર કૌશિક દિગ્દર્શિત આ ફિલ્મ 51 કરોડ રૂપિયાથી ઓપન હતી.

https://www.instagram.com/p/DJrCRpHsiVJ/?hl=en

ભુલ ચુક માફ ફિલ્મના મહત્તમ શો

ભૂલ ચુક માફ મુવીએ સોમવારે નાઇટ શોમાં મહત્તમ ઓક્યુપન્સી (18.51%) નોંધાવી, ત્યારબાદ સાંજના શો (16.61%), બપોરના શો (15.54%) અને સવારના શો (5.99%) નોંધાયા. પ્રાદેશિક રીતે, ચેન્નાઈ ( 55.67%), જયપુર (18.50%), રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (16.75%), લખનૌ (15.75%) અને મુંબઈ (15%) માં તેને મહત્તમ ઓક્યુપન્સી મળી હતી.

Advertisment

આ પણ વાંચો: Bhool Chuk Maaf Review | ભૂલચૂક માફ મૂવી રિવ્યૂ। રંજન અને તિતલીના લગ્ન થશે કે નહિ? ફિલ્મ જોવી કે નહિ?

ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) નવોદિત દિગ્દર્શક કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત છે જેમાં વામિકા ગબ્બી, સીમા પાહવા, રઘુબીર યાદવ, સંજય મિશ્રા અને ઝાકિર હુસૈન જેવા કલાકારો પણ છે. જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે, જે તેના લગ્નના દિવસ પહેલા જ સમયના ચક્રમાં ફસાઈ જાય છે, જેના કારણે તે અને તેના મંગેતર (ગબ્બી) નિરાશ થાય છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ