/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Bhool-chuk-maaf-Movie.jpg)
Bhool Chuk Maaf | ભુલ ચુક માફ થિયેટરમાં નહિ ઓટીટી પર થશે રિલીઝ, ફિલ્મનિર્માતાઓ કારણ જણાવ્યું
Bhool Chuk Maaf | રાજકુમાર રાવ (Rajkummar Rao) અને વામિકા ગબ્બી (wamiqa gabbi) ની ફિલ્મ ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) થિયેટરમાં રિલીઝ થવાના એક દિવસ પહેલા ફિલ્મના નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેરાત કરી હતી કે આ રોમેન્ટિક કોમેડી હવે થિયેટરમાં રિલીઝ થશે નહિ. ભૂલ ચૂક માફ આવતીકાલે શુક્રવારે 9 મે ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી.
ભૂલ ચુક માફ રિલીઝ ડેટ (Bhool Chuk Maaf Release Date)
ભૂલચુક માફ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે જે 9 મેના રોજ શુક્રવારે રિલીઝ થવાની હતી. પરંતુ હવે પ્રાઇમ વિડિયો (Prime Video) પર ડાયરેક્ટ-ટુ-ઓટીટી (OTT) રિલીઝ થશે. નિર્માતાઓએ તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં વધેલી સુરક્ષા કવાયતોને રિલીઝ પ્લાનમાં અચાનક ફેરફાર પાછળનું કારણ ગણાવ્યું હતું. આ ફિલ્મ હવે 16 મેના રોજ સ્ટ્રીમ થશે.
ભૂલચુક માફ પાછળના પ્રોડક્શન હાઉસ, મેડોક ફિલ્મ્સે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક નિવેદન શેર કર્યું જેમાં લખ્યું હતું: "તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં કડક સુરક્ષા કવાયતોને ધ્યાનમાં રાખીને, અમે મેડોક ફિલ્મ્સ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોએ ફિલ્મ ભૂલ ચુક માફને 16 મેના રોજ સીધા વિશ્વભરમાં પ્રાઇમ વિડિયો પર તમારા ઘરે લાવવાનું નક્કી કર્યું છે.'' તેઓએ ઉમેર્યું, "જ્યારે અમે આ ફિલ્મને તમારી સાથે થિયેટરોમાં ઉજવવા માટે ઉત્સુક હતા, ત્યારે રાષ્ટ્રની ભાવના પહેલા આવે છે. જય હિંદ."
The spirit of the nation comes first! 🇮🇳
Watch Bhool Chuk Maaf directly on @PrimeVideoIN, May 16 #BhoolChukMaafOnPrimepic.twitter.com/xfSjoFpVhy— Maddockfilms (@MaddockFilms) May 8, 2025
ભૂલ ચૂક માફ કાસ્ટ (Bhool Chuk Maaf Cast)
ભૂલચુક માફ ફિલ્મના નિર્માતાઓએ લગભગ 21 કલાક પહેલા BookMyShow પર ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થવાની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી હતી. જોકે બુકિંગ એપ દ્વારા ટિકિટ બુક કરવાનો ઓપ્શન બંધ કરી દેવામાં આવ્યો છે. કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ સ્ત્રી ફ્રેન્ચાઇઝી પાછળના વ્યક્તિ દિનેશ વિજન દ્વારા કરવામાં આવ્યું છે. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી ઉપરાંત, આ ફિલ્મમાં સંજય મિશ્રા, સીમા પાહવા, ઝાકિર હુસૈન, રઘુબીર યાદવ અને ઇશ્તિયાક ખાન પણ છે.
ભૂલચૂક માફ (Bhool Chuk Maaf) ફિલ્મ કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં બનવાની હતી . જોકે કાર્તિકે તેના ટિવટર હેન્ડલ પર આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી. આ ફિલ્મ જેનું મોટાભાગનું શૂટિંગ વારાણસીમાં થયું હતું, તે સ્ત્રી, મેડ ઇન ચાઇના, રૂહી, હમ દો હમારે દો અને સ્ત્રી 2 પછી રાજકુમાર અને દિનેશ વિજન વચ્ચે છઠ્ઠી સહયોગ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us