Bhumi Pednekar Birthday : ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) એ દમ લગા કે હઈશા (2015) માં આયુષ્માન ખુરાના સાથે અભિનયની શરૂઆત કરી હતી, તેના કરિયરની શરૂઆત યશ રાજ ફિલ્મ્સથી કરી હતી. એકટ્રેસે છ વર્ષ સુધી YRFમાં સહાયક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ભૂમિ આજે 18 જુલાઈ 2024 એ તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે.

ભૂમિએ પહેલી સેલેરી વિશે :
વર્ષ 2023ના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ભૂમિ પેડનેકરે યશ રાજ ફિલ્મ્સમાં તેના પ્રથમ પગાર વિશે વાત કરી હતી. ભૂમિએ શેર કર્યું કે તેને YRFમાં 7,000 રૂપિયાનું મહેનતાણું મળ્યું હતું. અભિનેત્રીએ તેનો પહેલો પગાર તેની મમ્મીને આપ્યો હતો.
આ પણ વાંચો:
ભૂમિ પેડનેકરે એજ્યુકેશન લોન કેવી રીતે ચૂકવી?
એકટ્રેસે એક ફિલ્મ સ્ટુડન્ટ તરીકે લોન લીધી હતી, અને જે કમાતી હતી તેમાંથી મોટા ભાગની લોનની ચુકવણીમાં જતી હતી. ભૂમિ પેડનેકરે વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે અભિનયનો અભ્યાસ કરવા માટે એજ્યુકેશન લોન લીધી હતી. જોકે, ઓછી હાજરીને કારણે ભૂમિને સંસ્થામાંથી કાઢવામાં આવી હતી.
દમ લગા કે હઈશા સાથે ડેબ્યુ કરતા પહેલા, ભૂમિ પેડનેકરે યશ રાજ ફિલ્મ્સમાં પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની સાથે આસિસ્ટ તરીકે કર્યું હતું. YRFમાં તેના કાર્યકાળ દરમિયાન, ભૂમિએ બેન્ડ બાજા બારાત માટે રણવીર સિંહ સહિત ઘણા કલાકારોનું ઓડિશન આપ્યું હતું.
આ પણ વાંચો:
ભૂમિ પેડનેકરનું વર્ક ફ્રન્ટ
ભૂમિ પેડનેકરના નોંધપાત્ર ફિલ્મોમાં શુભ મંગલ સાવધાન, ટોયલેટ: એક પ્રેમ કથા, સોનચિરિયા, સાંઢ કી આંખ, બાલા, પતિ પત્ની ઔર વો અને ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારેનો સમાવેશ થાય છે. તેણે દુર્ગામતી, બધાઈ દો, ગોવિંદા નામ મેરા, ભેદ, થેન્ક યુ ફોર કમીંગ, ભક્ષક અને બીજી ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
ભૂમિએ લસ્ટ સ્ટોરીઝમાં પણ કામ કર્યું છે જેમાં તેને ઝોયા અખ્તરના સેગમેન્ટ માટે કાસ્ટ કરવામાં આવી હતી. આ સિરીઝમાં તેની જોડી અભિનેતા નીલ ભૂપાલમ સાથે હતી.
અભિનેત્રી હવે તેની આગામી ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી માટે તૈયારી કરી રહી છે. મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત, આગામી ફિલ્મમાં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.





