/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Surat-Diamond-Bourse-18.jpg)
Bhumi Pednekar: ભૂમિ પેડનેકર બોલીવુડની ફેમસ અભિનેત્રી છે. (Photo: bhumipednekar insta)
Bhumi Pednekar Invest in Chrome Asia Hospitality: બોલીવુડના ઘણા કલાકારો એક્ટિંગ ઉપરાંત પર્સનલ બિઝનેસ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. આ યાદીમાં ટોઇલેટ- એક પ્રેમ કથાની ફેમસ અભિનેત્રી ભૂમિ પેડનેકરનું પણ નામ જોડાઇ ગયુ છે. ભૂમિ પેડનેકરે મુંબઈ સ્થિત ક્રોમ એશિયા હોસ્પિટાલિટી સાથે હાથ મિલાવ્યા છે. તે આ કંપનીની ગોવામાં શરૂ થઇ રહેલી પ્રથમ બુટિક હોટલ ખોલવામાં રોકાણ કરશે. ક્રોમ એશિયા હોસ્પિટાલિટીની સ્થાપના પવન શહરી, ધવલ ઉદેશી અને નિકિતા શહરીએ કરી છે. વર્ષ 2022માં આ કંપનીએ ખૂબ જ ઝડપથી વિકાસ કર્યો અને દેશભરમાં લગભગ 1,00,000 ચોરસ ફૂટ હોસ્પિટાલિટી સ્પેસ બનાવી અને મુંબઈમાં ક્રોમ હોસ્પિટાલિટી બ્રાન્ડ નામ હેઠળ પાંચ નવી રેસ્ટોરન્ટ્સ શરૂ કરી.
આ પ્રસંગે જણાવતા ભૂમિ પેડનેકરે કહ્યું, "મને હંમેશા ફૂડ અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં રસ હતો. તેથી હું હંમેશા આ કરવા માંગતી હતી. હું ધવલ (ઉદેશી) અને તેના ભાગીદારોને ઘણા સમયથી ઓળખું છું. તેઓએ મુંબઈમાં તેમની રેસ્ટોરન્ટ્સ સાથે ખૂબ સારું કામ કર્યું છે. તેથી જ્યારે આ તક મારી પાસે આવી ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતી. મારા માટે આ એક શાનદાર શરૂઆત છે."
પરંતુ ગોવા કેમ? આ સવાલ પર અભિનેત્રીએ કહ્યું, "હું ગોવાની છું. આ મારું ગામ છે. મારા પરિવારના ઘણા સભ્યો ગોવામાં રહે છે. તેથી ગોવા મારા માટે ઘર છે."
તેણે ઉમેર્યું કે, "ગોવામાં ઓપન થઇ રહેલી નવી પ્રોપર્ટીનું કૈયા (Kaia) છે. તે એક નાની બીચ ફ્રન્ટ પ્રોપર્ટી છે અને તે ખૂબ જ આરામદાયક છે. અમે એક એવી બ્રાન્ડ બનાવવા માંગીએ છીએ જે આરામદાયક જીવન જીવવા, સ્થિરતા તેમજ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો પર્યાય હોય. મારું અંતિમ ધ્યેય Kaiaને એવી મજબૂત બ્રાન્ડ બનાવવાનું છે કે જ્યારે અમે ભવિષ્યમાં આ બ્રાન્ડ હેઠળ વધુ પ્રોપર્ટી ખોલીશું ત્યારે લોકો અમારા પર વિશ્વાસ કરી શકે." તમને જણાવી દઇયે તાજેતરમાં જ ભૂમિ પેડનેકરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.
શિલ્પા શેટ્ટી બિઝનેસમાં પણ આગળ
અગાઉ મે મહિનામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સ્ટાર્ટઅપ વિકેડગુડમાં રોકાણ કર્યું હતું. આ કંપની હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ બનાવે છે. Wickedgood વર્ષ 2021માં ખોલવામાં આવ્યું હતું. આ કંપની ભૂમન દાની, મોનિશ દેબનાથ અને સૌમ્યા બિસ્વાસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Wickedgoodએ જણાવ્યું હતુ કે, શિલ્પા શેટ્ટીએ તેમની કંપનીમાં રૂ. 2.25 કરોડનું રોકાણ કર્યું છે. Wickedgood એ હેલ્થી લાઇફસ્ટાઇલને પ્રોત્સાહિત કરતું સ્ટાર્ટઅપ માનવામાં આવે છે. આ કંપનીમાં ટાઈટન કેપિટલ, મુંબઈ એન્જલ્સ, NB વેન્ચર્સ, ધોળકિયા વેન્ચર્સ, વેન્ચર કેટાલિસ્ટ અને boAtના સહ-સ્થાપક અમન ગુપ્તા સહિતના ઘણા અગ્રણી એન્જલ ઇન્વેસ્ટરોએ તેમાં રોકાણ કરેલું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us