લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 14મી સિઝનનો 1 ઓક્ટોબરથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ સિઝન દર્શકોનું ખુબ મનોરંજન કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં બિગ બોસના ઘરમાં ઘણી ઉથલ પાથલ જોવા મળી છે. ત્યારે વીકેન્ડના વારમાં શોના હોસ્ટ સલમાન ખાને ધરવાળાઓની ક્લાસ લેવાની સાથે સજા પણ આપી હતી.
આ ઉપરાંત સલમાન ખાને શોની સદસ્ય માન્યા સિંહ પર પણ નિશાન સાધ્યું હતું. થોડા દિવસથી માન્યા સિંહ અને શ્રીજીતા વચ્ચે બબાલ થતી જોવા મળી રહી છે. આ દરમિયાન માન્યાએ શ્રીજીતાના કરિયાર પર સવાલ ઉઠાવતા મર્યાદા તોડી કહ્યું હતું કે, તે માત્ર એક એકટ્રેસ છે તેનાથી વધારે કંઇ જ નહીં.
માન્યા સિંહે તેના મિસ ઇન્ડિયા હોવા પર અભિમાન કરી શ્રીજીતા પર દબાવ બનાવવાની કોશીશ કરી હતી. માન્યાના આ પ્રકારના વર્તનને લઇને નારાજ સલમાન ખાને શનિવારે પ્રસારિત થયેલા વીકેન્ડના વારના એપિસોડમાં માન્યાની બરાબરની ક્લાસ લીધી હતી. સલમાન ખાને માન્યાને એક ટાસ્ક આપી ધરમાં સામેલ ત્રણ સદસ્યોને ફોકટની ફુટેજનો ટેગ આપવા માટે કહ્યું હતું. માન્યાએ સૌંદર્ય, પ્રિયંકા તેમજ અર્ચનાને આ ટેગ આપ્યો હતો.
જોકે આ ટેગ આપતાં સમયે પોતાની જાતને બચાવવા માટે બહાનાબાજી કરતી જોવા મળી હતી. માન્યાની આ હરકતને લઇ સલમાન ખાને પ્રતિક્રિયા આપી હતી કે તું ખુબ ડિપ્લોમેટીક થઇ રહી છે. જે અંગે માન્યાએ પોતાનો મંતવ્ય શેર કર્યો હતો કે, તેને લાગે છે કે, હાલ ડિપ્લોમેટીક થવુ જરૂરી છે. સલમાને માન્યાના આ સવાલ પર પ્રતિક્રિયા આપી હતી કે, આ તમારું મિસ ઇન્ડીયા નથી, જ્યાં તમારે ડિપોમેટીક થવું પડે. આ બિગ બોસનું ઘર છે અને આ પ્રકારનું વર્તન અહીં ચાલશે નહીં.