કલર્સ ટીવીનો પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ સિઝન 16નો ગઇકાલે (12 ફેબ્રુઆરી) રાત્રે ગ્રાન્ડ ફિનાલે હતો. જેમાં બિગ બોસ 16નું વિનરનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું. MC Stanને લોકોના સૌથી વધુ વોટ મેળવી બિગ બોસ 16 ટ્રોફી જીતી છે. આ સાથે જ શિવ ઠાકરે બીજા સ્થાને રહ્યો છે. 4 મહિનાની રસાકસી બાદ આ શોને પોતાનો 16મો વિજેતા મળ્યો છે.
MC Stan એક જાણીતો રેપર છે અને બિગ બોસ 16 માં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં વ્યાપક વધારો થયો છે. વિજેતા બનતા તેને 31 લાખ 80 હજાર રૂપિયા, બિગ બોસ 16ની ટ્રોફી અને Hyundai I 10 Nios કાર મળી છે.આ ફિનાલેમાં સલમાન ખાનનો ડાન્સ પણ જોવા મળ્યો હતો. સલમાન ખાન પણ ટોપ 5 સ્પર્ધકો સાથે ટાસ્ક કરતો અને મજાક કરતો જોવા મળ્યો હતો.
હવે વાત કરીએ બિગ બોસ 16ની ટ્રોફીની. બિગ બોસ 16ની ટ્રોફી ઘણી ખાસ છે. ટ્રોફીમાં મજબૂત ગોલ્ડ અને ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે. આ ટ્રોફી પણ ઘોડાના આકારમાં બનાવવામાં આવી છે. પરંતુ આ ટ્રોફી કોઈ સામાન્ય ટ્રોફી નથી. નિર્માતાઓએ આ ટ્રોફી ખૂબ વિચાર કર્યા પછી તૈયાર કરી છે. આ ટ્રોફી ઘણી ખાસ છે. આ ટ્રોફીમાં ગોલ્ડ અને હીરાનું વર્ક કરવામાં આવ્યું છે.
ઘોડાના માથાના આકારની આ ટ્રોફી એકદમ સ્ટાઈલિશ અને અનોખી છે. શોની ટ્રોફીની કિંમત વિશે વાત કરીએ તો તમે સાંભળીને દંગ રહી જશો.

મળતી માહિતી મુજબ હીરા અને સોનાથી બનેલી આ ટ્રોફીની કિંમત 9 લાખ 34 હજાર છે. એટલે લગભગ 10 લાખ. ટ્રોફી પર હીરાનું સુંદર કામ કરવામાં આવ્યું છે. તેના પર બિગ બોસનો લોગો એટલે કે આંખ પણ દેખાય છે. આ વર્ષે જે આ શોનો વિજેતા બનશે તેને આ ખૂબ જ ખાસ ચમકતી ટ્રોફી મળવાની છે.