બિગ બોસ 17 માટે આ સેલેબ્સના નામની ચર્ચા
બિગ બોસ 17 ક્યારે થશે શરૂ
આ વખતની થીમ છે ખાસ
Big Boss 17 Contestant list : ટેલિવિઝનનો સૌથી પ્રિય અને સફળ રિલાયિટી શોમાંથી એક બિગ બોસની આગામી સીઝન બિગ બોસ 17 ફરી દર્શકો માટે મનોરંજનનો ધમાકો લઇને આવી રહી છે. દરેક સીઝનની જેમ આ સીઝનની પણ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે દર્શકો એ જાણવા માટે તલપાપડ છે કે આ વખતે કયા સેલેબ્સ શોનો ભાગ બનશે? જેને લઇને હવે તેમનો ઇતંજાર ખતમ થઇ ગયો છે. શોના કન્ટેસ્ટન્ટને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે.
બિગ બોસ 17 માટે આ સેલેબ્સના નામ આગળ
આ શો માટે અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે પ્રિયંકા ચોપરાની બહેન પણ આ શોમાં જોવા મળશે.
આ ફેમસ યુટ્યુબર્સના નામની પણ ચર્ચા
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની બહેન મન્નરા ચોપરા આ વખતે સલમાનના શોનો ભાગ બનવા જઈ રહી છે. આ સિવાય મેકર્સે સલમાનની એક્ટ્રેસ મમતા કુલકર્ણીનો શોમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો છે. આ ઉપરાંત, શોના સહભાગીઓમાં ઘણા યુટ્યુબર્સના નામની પણ ચર્ચા થઈ રહી છે. આમાં પહેલું નામ અરમાન મલિકનું છે.
આ સાથે મીડિયા અહેવાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરમાન તેની પહેલી પત્ની પાયલ સાથે આ શોનો ભાગ બની શકે છે. સાથે જ યુકે રાઇડર તરીકે પ્રખ્યાત અનુરાગ ડોભાલ પણ આ શોમાં જોવા મળી શકે છે. આ યાદીમાં બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની એક્સ ગર્લફ્રેન્ડ કીર્તિ મહેરાનું નામ પણ સામે આવ્યું છે. ફેમસ યુટ્યુબર સમ્રાટ ગૌર પણ બિગ બોસ 17માં સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી શકે છે. દીપિકા કક્કરની ભાભી સબા ઈબ્રાહિમ પણ બિગ બોસ 17માં જોવા મળી શકે છે. જો કે, નિર્માતાઓ દ્વારા પુષ્ટિ થયેલી સૂચિ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
શું હશે બિગ બોસ 17ની થીમ?
આ વખતે શોનો કોન્સેપ્ટ તદ્દન અલગ જ હશે. શોમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. તમે પ્રોમોમાં જોયું હશે કે, સલમાન ખાને ઘણી વખત કહેતા સંભળાય છે કે, આ શો મગજ, દમ અને દિલનો હશે.
આ પણ વાંચો : શું બચ્ચન પરિવારમાં તિરાડ? ઐશ્વર્યા અને જયા બચ્ચનના સંબંધ ફરી ચર્ચામાં
બિગ બોસ 17 ક્યારે થશે શરૂ
આ સિવાય આ વખતે શોમાં કપલ્સ અને સિંગલ પણ આવશે. આ શો કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. બિગ બોસની 17મી સિઝન 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. તમે તેને સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે જોઈ શકો છો. શનિવાર અને રવિવારે વીકેન્ડ કા વાર હશે, જેમાં સલમાન ખાન તમામ સ્પર્ધકોને ક્લાસ આપતા જોવા મળશે. આ સિવાય આ શોને Jio સિનેમા એપ પર પણ સ્ટ્રીમ કરવામાં આવશે.