Bigg Boss OTT 2 Highlights: મેકર્સે કેમ પહેલા જ દિવસે યુટ્યુબર પુનીત સુપરસ્ટારને ઘરની બહાર કરી દીધો? આ બંને વચ્ચે જોવા મળી જોરદાર કેમેસ્ટ્રી

Bigg Boss OTT 2: બિગ બોસના ઇતિહાસમાં પહેલીવાર કંઇક એવું થયું જે ન થવુ જોઇતું હતું. બિગ બોસના ઘરમાંથી પહેલા જ દિવસે એક કન્ટેસ્ટન્ટને બહાર કરી દેવાયો.

Written by mansi bhuva
June 19, 2023 12:02 IST
Bigg Boss OTT 2 Highlights: મેકર્સે કેમ પહેલા જ દિવસે યુટ્યુબર પુનીત સુપરસ્ટારને ઘરની બહાર કરી દીધો? આ બંને વચ્ચે જોવા મળી જોરદાર કેમેસ્ટ્રી
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાઇલ તસવીર

બિગ બોસ OTT 2ની 17 જૂનથી Jio Cinema પર શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શો પ્રથમ દિવસે જ ભારે ચર્ચામાં છે. કારણ તે બિગ બોસના ઇતિહાસમાં પહેલીવાર કંઇક એવું થયું જે ન થવુ જોઇતું હતું. બિગ બોસના ઘરમાંથી પહેલા જ દિવસે એક કન્ટેસ્ટન્ટને બહાર કરી દેવાયો. આ ઉપરાંત બીજા એક સ્પર્ધકને નોમિનેટ કરવામાં આવ્યો. મહત્વનું છે કે, બિગ બોસ OTT 2 જિયો સિનેમા પર દર્શકો માટે 24 કલાક ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં કેન્ટેસ્ટન્ટ 24 કલાક દર્શકોની નજરમાં રહેશે. આ વખતે બિગ બોસ OTT 2માં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. બિગ બોસ OTT 2ના તમામ લેટસ્ટ અપડેટ વાંચવા માટે અમારી સાથે જોડાઇ રહો.

હવે વાત કરીએ બિગ બોસ ઓટીટી 2ના તે સ્પર્ધકની જેને પહેલા જ દિવસે ઘરની બહાર કરી દેવાયો. બિગ બોસ OTT 2ના મેકર્સે યુટ્યુબર પુનીત સુપરસ્ટારને ઘરની બહાર કરી દીધો છે. કારણ કે પુનીત સુપરસ્ટારની હરકતોથી પહેલા જ દિવસે મેકર્સ અને અન્ય સ્પર્ધકો ત્રસ્ત થઇ ગયા હતા. જેને પગલે બિગ બોસના નિર્માતાઓને આ નિર્ણય લેવો પડ્યો હતો.

બિગ બોસ OTT 2ના બીજા દિવસે આકાંક્ષા પુરી અને પલક પુરસવાનીએ ઘરમાં એન્ટ્રી કરી. આ પછી બિગ બોસે કહ્યું કે, ટૂંક સમયમાં બંને કોઇ એક ઘરની બહાર જશે. આ દરમિયાન આકાંક્ષા પુરી અને પલક પુરસવાની વચ્ચે જોરદા ફાઇટિંગ થઇ. જે બાદ જનતાએ તીવ્ર વોટિંગ કર્યું અને તેઓએ પલક તિવારીને ઓછી વોટ આપી નોમિનેટ કરી.

એક તરફ બિગ બોસ OTT 2માં લડાઇ ચાલી રહી હતી. તો બીજી તરફ મનીષા રાની અને જૈદ હદીદ વચ્ચે પ્રેમના ફણગા ફૂટતા જોવા મળ્યા. મનીષાન જૈદને કિસ કરતા અને તેની સાથે રોમાટિંક થતીં જોવા મળી હતી. આ સાથે આકાંક્ષા પુરી પણ હૈંડસમ હંક સાથે ફર્લ્ટ કરતી જોવા મળી હતી. જેને પગલે મનીષા રાની ઘણી નિરાશ થતી જોવા મળી હતી. જેને લઇને આકાંક્ષાએ કહ્યું હતું કે હું જૈદ સાથે ફર્લ્ટ કરવાનું નહીં છોડું.

આ પણ વાંચો: વિરોધના વંટોળ વચ્ચે ‘આદિપુરુષ’ ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે પણ વધારો, કુલ કલેક્શન 200 કરોડને પાર

આપને જણાવી દઇએ કે બિગ બોસ OTT 2ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ પહેલા બિગ બોસ OTT 1ને કરણ જોહરે હોસ્ટ કરી હતી. જે અંગે સલમાન ખાને જણાવ્યું હતું કે, તેઓ હાલ વ્યસ્ત છે. તેથી હું કરી રહ્યો છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ