Vishal Pandey vs Armaan Malik Net Worth: બિગ બોસ ઓટીટી 3 સિઝન બહુ રોમાંચક બની છે. રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 આ વખતે એક્ટર અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા પર પ્રસારિત થતી બિગ બોસ ઓટીટી 3નું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યાર સુધી ઘણા હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા છે. બિગ બોસના ઘરમાં પોતાની બે પત્નીઓ સાથે આવેલા લોકપ્રિય યૂટ્યૂબર અરમાન મલિકે હાલમાં જ ઘરના અન્ય એક સભ્ય વિશાલ પાંડેને થપ્પડ મારી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યૂઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આજે આપણે વિશાલ અને અરમાનની નેટવર્થ વિશે વાત કરીશું. જાણો બંનેમાંથી કોણ સૌથી વધુ ધનિક છે
વિશાલ પાંડે નેટ વર્થ Vishal Pandey Net Worth)
વિશાલ પાંડે સોશિયલ મીડિયાની દુનિયામાં મોટું નામ છે. વિશાલને ઇન્સ્ટાગ્રામ પર 90 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેની પાસે એક યુટ્યુબ ચેનલ તીન તિગાડા પણ છે, જેના 1.85 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. વિશાલે આમિર ખાન, અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે. ઉપરાંત તે રવિ દુબેની ફિલ્મ લખન લીલા ભાર્ગવ માં પણ જોવા મળી ચૂક્યો છે.
વિશાલ પાંડેની નેટ વર્થ લગભગ 37.5 કરોડ રૂપિયા છે અને તેની ગણતરી બિગ બોસ ઓટીટી 3ના સૌથી ધનિક સ્પર્ધકોમાં થાય છે.
અરમાન મલિક નેટ વર્થ (Armaan Malik Net Worth)
અરમાન મલિકની નેટવર્થને લઇને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં યૂટ્યૂબરે પોતાની સંપત્તિ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો હતો. અરમાન પાસે 10 ફ્લેટ છે. અરમાન મલિક તેની બે પત્નીઓ અને 4 બાળકો સાથે આ ચાર ફ્લેટમાં રહે છે. જ્યારે બાકીના ફ્લેટનો ઉપયોગ તેમની સાથે કામ કરતી ટીમ દ્વારા કરવામાં આવે છે. અરમાને કહ્યું કે તેની નેટવર્થ 100થી 200 કરોડની વચ્ચે હશે.
આ પણ વાંચો | અરમાન મલિક જ નહીં આ યુટ્યુબર પણ બે પત્ની સાથે રહે છે, રસપ્રદ છે પ્રેમ કહાણી
બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક અરમાન મલિક પાસે સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, 6 એડિટર, ડ્રાઇવર્સ, નોકરાણીઓની લાંબી ફોજ છે. તેમની પાસે ઘણી મોંઘી કાર છે. અરમાને ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે કોરોના મહામારી દરમિયાન તેની પાસે કંઈ જ નહોતું અને તે ટિક ટોકથી દર મહિને અઢી લાખ રૂપિયા કમાતો હતો. પરંતુ તે કન્ટેન્ટ પર કામ કરતો રહ્યો અને માત્ર અઢી વર્ષમાં જ તેણે યુટ્યુબથી મોટી કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. અરમાન મલિક બિગ બોસના ઘરનો સૌથી ધનવાન સ્પર્ધક છે.