કલર્સનો પોપ્યુલર શો બિગ બોસ સીઝન 16માંથી અબ્દૂ રોઝિકની વિદાય થઇ છે. આવામાં ફેન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સાજીદ ખાન પણ બિગ બોસને વિદાય આપવા જઈ રહ્યો છે. શોના નવા પ્રોમો મુજબ સાજિદ ખાન ઘરની બહાર જવાનો છે. આ સમાચાર સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર, આગામી એપિસોડમાં બિગ બોસ પોતે સાજીદ ખાનને ખાસ ફેરવેલ આપતા જોવા મળશે.
બિગ બોસના ઘરમાં 100થી વધારે દિવસ વિતાવ્યા બાદ સાજીદ ખાન શોને વિદાય આપશે. હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બોસનો નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બોસ સાજીદ ખાનને કહે છે, ‘શોમાં તે એક માત્ર એવા સદસ્ય છે જેની બધા ઘરવાળા ઈજ્જત કરે છે.’
બિગ બોસ 16ના નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે સાજીદ ખાન હાથ જોડીને રડતા તમામ સ્પર્ધકોની માફી માંગે છે. સાજીદ ખાન કહે છે- ‘આ ઘરમાં જેમની સાથે મારો ઝઘડો થયો છે તે બધાની હું હાથ જોડીને માફી માંગુ છું… પરંતુ તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. આભાર.”
સાજીદ ખાનની વિદાય વખતે સુમ્બુલ તૌકીર ખાન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સાજીદ અને અબ્દુનું ખૂબ જ સારુ બોન્ડિંગ હતું અને સાજીદની વિદાયના થોડા સમય પહેલા જ અબ્દુની વિદાય પણ થઈ હતી.
આ પણ વાંચો:
મહત્વનું છે કે, શોના પ્રારંભમાં ઘરમાં સાજીદ ખાનની એન્ટ્રી થતાં લોકોએ હોબાલો મચાવી દીધો હતો. આ સાથે ઘણી અભિનેત્રીઓએ તો તેના પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમજ લોકો સાજીદ ખાનને ઘરમાંથી ઘરમાંથી બહાર કરવામાં આવે તે માટે પ્રાર્થના પણ કરતા હતા.