Bigg Boss 17 Highlight : ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે રિયાલિટી શો બિગ બોસ 17ના કારણે સતત ચર્ચામાં છે. આ શોમાં તેણે તેના પતિ વિક્કી જૈન સંગ એન્ટ્રી કરી છે. ત્યારે અંકિતા લોખંડે અને વિક્કી જૈન સંગ વારંવાર લડાઇ થતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસે પોતાના પતિ વિક્કી જેનને લાત મારી અને ચંપલ ફેંકી હતી. જેને પગલે મોટો હંગામો મચી ગયો છે.
એકવાર અંકિતા લોખંડેને એટલો ગુસ્સો આવી ગયો હતો કે તેણે સુશાંત સિંહને જોરદાર થપ્પડ મારી દીધી હતી. મીડિયા અહેવાલ અનુસાર, એકવાર યશરાજ સ્ટુડિયોમાં અંકિતા લોખંડેએ કહ્યું હતુ કે, બધાની સામે સુશાંત સિંહ રાજપૂતનો ફોન જોયો અને પછી થેન્ક્યુ કહીને તેણે એક્ટરને થપ્પડ મારી ત્યાંથી નીકળી ગઇ હતી. અંકિતા લોખંડેએ હાલમાં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, તે ખુબ જ પઝેસિવ ગર્લફ્રેન્ડ હતી. જો કે અંકિતા લાખંડેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે ક્યારેય સુશાંત પર હાથ ન ઉઠાવે.
અંકિતા લોખંડેએ બિગ બોસમાં એમ પણ કહ્યું હતું કે, જ્યારે શુદ્ધ દેશી રોમાંસ રિલીઝ થઇ હતી, ત્યારે સુશાંતએ મારા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. કારણ કે તે સારી રીતે એ વાતથી વાકેફ હતો કે, ફિલ્મમાં હું તેના રોમાંટિક સીન જોઇ શકીશ નહીં અને ભડકી જઇશ. હું પિક્ચક જોતા સમયે મારી સીટ પકડી રહી હતી. જ્યારે સુશાંત મારી આવી હાલત જોઇને ફિલ્મ અધૂરી છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી હું પણ ઘરે ચાલી ગઇ હતી અને ધુ્સકે-ધુ્સકે રડી, સુશાંત પણ રડવા લાગ્યો હતો.
આ પછી સુશાંત સિંહે માફી માંગી અને કહ્યું કે, હવે તે આવા સીન નહીં કરે. વધુમાં અંકિતાએ કહ્યું કે, જ્યારે અમે રોમાંટિક થયા તો મારા મગજમાં એ સીન ફરતા હતા અને મેં સુશાંતને ધક્કો મારી દીધો. તદ્દઉપરાંત અંકિતા લાખંડેએ કહ્યું કે, જ્યારે તમારો બોયફ્રેન્ડ કોઇ બીજી સાથે કિસ કરે છે તો તે ક્યાંકને ક્યાંક તમારા મગજ પર અસર કરે છે.





