Bigg Boss 17 : બિગ બોસ 17ના ઘરમાં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે. આ કપલ વચ્ચે ક્યારેક લડાઈ તો ક્યારેક પ્રેમ જોવા મળે છે. બંને ઘણીવાર એકબીજા સાથે લડતા જોવા મળે છે. લેટેસ્ટ એપિસોડમાં પણ વિકીએ અંકિતાની મજાક ઉડાવી હતી જેના લીધે અભિનેત્રી ખૂબ ભડકી ગઈ હતી.
બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં આ બધું ત્યારે શરૂ થયું જ્યારે ઈશા માલવીયાને કસરત કરતી જોઈને, વિકીએ મજાકમાં કહ્યું કે અંકિતા આમ કરવા માટે ત્રણ લોકોની મદદ લેશે. જ્યારે અંકિતાએ બિગ બોસના ઘરની બહાર તેના વર્કઆઉટ રૂટિન વિશે વાત કરી હતી.
હકીકતમાં અંકિતા લોખંડેએ કહ્યું હતુ કે, તે પહેલા દરરોજ 10 કિલોમીટર ચાલતી હતી. સામાન્યપણે બીચ પર જ હું 8 કિમી ચાલતી હતી. આ વાત સાંભળીને તેની પાછળ સુતેલો તેનો પતિ વિકી જૈન મજાક ઉડાવતા કહ્યું હતુ કે તે ખોટું બોલે છે. વિકીની આ હરકતથી અંકિતા લાલધૂમ થઇ જાય છે. તે તેના પતિને જોરથી એકથી વધુ થપ્પડ મારે છે.
આ સાથે અંકિતા લોખંડેએ તેના પતિને ટટ્ટૂ કહ્યો હતો. તદ્દઉપરાંત અંકિતાએ કહ્યું હતું કે, ‘મારો પતિ બીજી મહિલાઓને ફિટનેસ માટે મોટિવેટ કરે છે, જ્યારે તેની પત્નીની મહેનત અનદેખી કરે છે. આવી હરકતથી હું કોઇ દિવસ તારાથી દૂર થઇ જઇશ. લોકોને તેના પાર્ટનર પાસેથી આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે. જ્યારે તું મને ડિમોવેટ કરેશે.’
આ પછી મન્નરાએ અંકિતાના વખાણ કરતા કહ્યું કે તે હોટ લાગી રહી છે. જો કે, વિકીએ કહ્યું કે તેને તેની પત્ની હોટ લાગતી નથી. આ પછી તેણે સ્પષ્ટતા કરી કે અંકિતા હોટ નથી પણ ક્યૂટ છે. જેના કારણે અંકિતા ફરી ગુસ્સે થઈ ગઈ અને તેણે ચોંકાવનારી વાત કહી અને છૂટાછેડા લેવાનો ઈશારો કર્યો.





