Munawar Faruqui : મુનવ્વર ફારુકી પાસે કેટલી સંપત્તિ; બિગ બોસ 17નો આ ફાઇનલિસ્ટ એક શો માટે કેટલો ચાર્જ વસૂલે છે?

Bigg Boss 17 Finalist Munawar Faruqui Net Worth : મુનવ્વર ફારુકી બિગ બોસ 17 સીઝનના ટોપ-5 ફાઇનલિસ્ટમાં સામેલ છે. ટ્રેન્ડ મુજબ મુનવ્વર ફારુકી બિગ બોસ 17 ના વિજેતા બનવાની સૌથી વધુ તકો દેખાય છે. ચાલો જાણીએ મુનાવર ફારુકી પાસે કેટલી સંપત્તિ છે.

Bigg Boss 17 Finalist Munawar Faruqui Net Worth : મુનવ્વર ફારુકી બિગ બોસ 17 સીઝનના ટોપ-5 ફાઇનલિસ્ટમાં સામેલ છે. ટ્રેન્ડ મુજબ મુનવ્વર ફારુકી બિગ બોસ 17 ના વિજેતા બનવાની સૌથી વધુ તકો દેખાય છે. ચાલો જાણીએ મુનાવર ફારુકી પાસે કેટલી સંપત્તિ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
munawar faruqui | munawar faruqui I big boss | munawar faruqui net worth | munawar faruqui show | bigg boss 17 finalist munawar faruqui

Munawar Faruqui : મુનવ્વર ફારુકી ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રેપર છે. (Photo - @munawar.faruqui)

Bigg Boss 17 Finalist Munawar Faruqui Net Worth : બિગ બોસની 17મી સીઝનની ગ્રાન્ડ ફિનાલેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ રિયાલિટી શોનું ફાઇનલ આજે અને શોના વિનરની જાહેરાત કરવામાં આવશે. 28 જાન્યુઆરીએ બોલીવુડના ભાઈજાન અને શોના હોસ્ટ સલમાન ખાન બિગ બોસ 17ના વિજેતાનું નામ જાહેર કરશે.

Advertisment

બિગ બોસ 17ની સીઝનના ટોપ - 5 ફાઇનલિસ્ટ અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, મુનવ્વર ફારુકી, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી વિજેતાની રેસમાં છે. જો કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ્સ અનુસાર, મુનવ્વર ફારુકી બિગ બોસ 17 ના વિજેતા બનવાની સૌથી વધુ તકો દેખાય છે. ચાલો જાણીએ મુનવ્વર ફારુકી પાસે કેટલી સંપત્તિ છે.

https://www.instagram.com/p/Cyf-Ae-rHFr/?hl=en

મુનવ્વર ફારુકી કોણ છે? (Who is Munawar Faruqui)

આ પહેલા તમને જણાવી દઈએ કે મુનવ્વર ફારુકી ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રેપર છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તે બિગ બોસ 17માં સ્પર્ધક તરીકે દેખાયા પહેલા, તેણે કંગના રનૌતના શો લોકઅપની પ્રથમ સીઝનની ટ્રોફી જીતી હતી.

મુનાવર ફારુકી કેવી રીતે કમાણી કરે છે? (Munawar Faruqui Income)

મુનવ્વર ફારુકીની મુખ્ય આવક સ્ટેજ શો અને મ્યુઝિક વીડિયોમાંથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન પ્રતિ શો 3-4 લાખ રૂપિયા ચાર્જ લે છે. ઉપરાંત, તે તેની યુટ્યુબ ચેનલથી દર મહિને 8 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર મુનવ્વર ફારુકીની દરેક પોસ્ટ માટે તેને 15 લાખ રૂપિયાથી વધુ મળે છે.

Advertisment
Bigg Boss 17 | Bigg Boss 17 Episode | Bigg Boss 17 Munawar Faruqui | Munawar Faruqui Ex Girlfriend allegations | Salman Khan
Bigg Boss 17 : ગુનાઓની લિસ્ટ કાઢું? મુનવ્વર ફારૂકી પર એક્સ ગર્લફ્રેન્ડ આયશાએ લગાવ્યા ગંભીર આરોપ

મુનવ્વર ફારુકીની નેટવર્થ કેટલી છે? (Munawar Faruqui Net Worth)

હવે નેટ વર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન મુનવ્વર ફારુકીની વર્ષ 2023 સુધીમાં લગભગ 8 કરોડ રૂપિયાની નેટવર્થ હોવાનો અંદાજ છે. ઉપરાંત જો રિપોર્ટ્સનું માનીએ તો તેને બિગ બોસના દરેક સપ્તાહ માટે 8 થી 10 લાખ રૂપિયા મળી રહ્યા છે.

આ પણ વાંચો | બિગ બોસ 17 માંથી વિકી જૈન બહાર, અંકિતા લોખંડે થઇ ઈમોશન! કહ્યું,’મને..

મુનવ્વર સોશિયલ મીડિયા મુનવ્વર ફારુકીની ફેન- ફ્લોઇંગ ઘણી લાંબી છે. જો કે આ ફેન ફ્લોઇંગ તેને નાની સ્કીનથી સૌથી ફેમસ શો પૈકીના એક બિગ બોસની 17મી સીઝનની ટ્રોફી જીતાડી શકે છે કે નહીં, તે જોવાનું રહેશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિગ બોસ celebrities મનોરંજન ન્યૂઝ