Bigg Boss 17 House : બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો: યુરોપિયન અંદાજમાં બનાવવામાં આવ્યું ઘર, ઝલક જોઇને આંખો પલકારો મારવાનું ભૂલી જશે

Bigg Boss 17 House : બિગ બોસ 17ની ઝલક સામે આવી છે. બિગ બોસનો સેટ દિલ, દિમાગ અને દમની થીમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. બિગ બોસના ભવ્ય સેટ પાછળ પાણીને જેમ પૈસા વહાવવામાં આવ્યા છે.

Written by mansi bhuva
October 15, 2023 15:05 IST
Bigg Boss 17 House : બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો: યુરોપિયન અંદાજમાં બનાવવામાં આવ્યું ઘર, ઝલક જોઇને આંખો પલકારો મારવાનું ભૂલી જશે
Bigg Boss 17 : બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો

Bigg Boss 17 House Photos : ટેલિવિઝનનો સૌથી પોપ્યુલર અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની આગામી સીઝન 17 ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. દર વખતની જેમ આ વખતે પણ બિગ બોસની 17મી સીઝનને સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરતો જોવા મલશે. મહત્વનું છે કે, બિગ બોસ શો તેના ભવ્ય સેટ માટે પણ સૌથી વધુ ચર્ચામાં રહે છે. બિગ બોસના ભવ્ય સેટ પાછળ પાણીને જેમ પૈસા વહાવવામાં આવે છે તે અંગે સૌ કોઇ જાણે છે. આ વખતે પણ કંઇક એવું જ છે. બિગ બોસ 17ની ઝલક સામે આવી છે. બિગ બોસનો સેટ દિલ, દિમાગ અને દમની થીમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

આ વર્ષે પણ ઓમંગ અને તેની પત્નીએ બિગ બોસ હાઉસનો ભવ્ય સેટ તૈયાર કર્યો છે. આ વર્ષે ઓમંગ અને તેની પત્નીએ ગયા વખત કરતા કંઈક ‘જાજરમાન’ અથવા મોટું કરવાના વિચારને ધ્યાનમાં રાખીને આ ઘર બનાવ્યું છે. આ આખી સીઝનને ‘ધ મેજિકલ વર્લ્ડ ઓફ બિગ બોસ’ નામ આપવામાં આવ્યું છે. કારણ કે આ ઘરને પાછલી સીઝન કરતા પણ મોટું અને પહોળું બનાવવામાં આવ્યું છે.

ઘરને યુરોપિયન સ્ટાઇલ આપવામાં આવી છે.બિગ બોસ શોને જાદુઈ શહેર જેવો બનાવવામાં આવ્યો છે. ઘરની નાની વિગતોને ‘લાર્જર-ધેન-લાઈફ’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઘરના પ્રવેશદ્વારને મોટી પાંખોવાળા ઘોડાના શિલ્પથી શણગારવામાં આવ્યું છે. ઘરની અંદર જોવા મળશે કે દરેક ખૂણે કોઈ ને કોઈ રીતે એકબીજા સાથે વાત થઈ રહી છે. ઘરની દરેક જગ્યાને હૃદય, મન અને શક્તિની થીમ અનુસાર વહેંચવામાં આવી છે.

ઘરની અંદર એક સફેદ રૂમ છે જે દિલનું પ્રતિનિધિત્વ કરશે, લાકડાનો રૂમ બનાવવામાં આવ્યો છે જે દિમાગને રજૂ કરશે અને બિગ બોસના ઈતિહાસમાં પહેલીવાર બ્લેક રૂમ બનાવવામાં આવ્યો છે. આ કાળો ઓરડો દમને રિપ્રેઝન્ટ કરશે.

આ ઘરની ખાસિયત એ છે કે, તેનું ઈન્ટિરિયર પણ તેના એક્સટીરિયર જેવું જ દેખાશે. મતલબ કે ઘરની અંદર એટલે કે લિવિંગ રૂમમાં યુરોપિયન શેરીઓની ઝલક જોવા મળશે અને રસોડું એક કાફે બની ગયું છે. એટલું જ નહીં ઘરની અંદર જ ઘણી બારીઓ બનાવવામાં આવી છે. વિદેશનો અનુભવ આ વખતે બિગ બોસના ઘરમાં જોવા મળશે.

તેના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સેટનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રિન્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવી કે જાણે ફ્લોર તમારી સાથે વાત કરી રહ્યું હોય. આ વખતે શોમાં વધુ બે નવા રૂમ લોન્ચ કરવામાં આવ્યા છે – થેરાપી રૂમ જ્યાં સ્પર્ધકો ધ્યાન કરી શકે છે અને બીજો આર્કાઇવ રૂમ છે જ્યાં સ્પર્ધકો વિવિધ સીઝનના વિવિધ વીડિયો જોઈ શકશે.

આ પણ વાંચો : Gauri Khan Birthday: માત્ર પ્રોડક્શન હાઉસ જ નહીં, દુબઈમાં પણ છે 18000 કરોડ રૂપિયાનો બિઝનેસ! જાણો શાહરૂખ ખાનની પત્ની ગૌરી કેટલી અમીર છે?

કન્ફેશન રૂમ એ એક એવી જગ્યા છે જ્યાં દરેક સ્પર્ધક બિગ બોસ માટે પોતાનું દિલ ખોલે છે. આટલું જ નહીં આ રૂમમાં ઘણા લોકોના રહસ્યો પણ ખુલી જાય છે. આ વખતે ડિઝાઇનરે કન્ફેશન રૂમને પહેલી સીઝન કરતાં વધારે ડાર્ક લુક આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ