Bigg Boss 17 Winner Prize Money And Gift: સલમાન ખાનનો વિવાદાસ્પદ શો બિગ બોસ 17 ફાઇનલ રાઉન્ડ તરફ આગળ વધી રહ્યો છે. આ મહિને કલર ચેનલનના આ રિયાલિટી શોનું ફિનાલે થશે. માત્ર બે અઠવાડિયા અને પછી ફેન્સને આ સીઝનના વિનર મળી જશે. આ શોમાં દરરોજ લડાઇ – ફાઇટિંગ જોવા મળી રહી છે. શોના દરેક સ્પર્ધક ટ્રોફી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ શોના વિજેતાનું નામ જાણવા માટે ઉત્સાહિત લાગે છે. દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ સિઝનનો વિજેતા કોણ હશે? શો વિશે સતત અપડેટ્સ આવી રહ્યા છે. આ વખતે કરણ જોહરે વિકેન્ડ વોરને હોસ્ટ કર્યો હતો.

તેમણે શોના તમામ સ્પર્ધકોને ઠપકો આપવાની સાથે સાથે જીત માટે શુભકામના પણ પાઠવી હતી. કરણ જોહરે આ રિયાલિટી શોના વિનર માટે ટ્રોફી અને પ્રાઇસ મનીની સાથે એક નવી સરપ્રાઇસ વિશે પણ જાણકારી હતી. ચાલો જાણીયે શોના વિજેતાને શું શું મળશે.
બિગ બોસ 17ના વિજેતાને શું મળશે?
હકીકતમાં, બીગ બોસ 17માં ગઈકાલે રાત્રે કરણ જોહરના વિકેન્ડના વારમાં એક કાર બ્રાન્ડ સીઇઓ, તરુણ ગર્ગનું સ્વાગત કર્યું, જેમણે સ્પર્ધકો સાથે મુલાકાત કરી ગહતી. તેમણે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી Hyundai Creta લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે શોના વિજેતાને લક્ઝરી કાર ગિફ્ટ કરવામાં આવશે. તેમજ વિનરને લગભગ 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે. જો કે પાછળી સિઝનની જેમ ઇનામની રકમ ઘટી શકે છે.
આ પણ વાંચો | અંકિતા અને વિકીના સંબંધોમાં તિરાડ઼? એક્ટ્રેસે પોતાના પતિને થપ્પડ મારતા કહ્યું, ‘બીજી છોકરીઓ પર નજર…’
બિગ બોસ 17 વિનરના સૌથી મજબૂત દાવેદાર કોણ છે
તમને જણાવી દઈએ કે આ રિયાલિટી શોમાં કુલ 17 સ્પર્ધકોએ એન્ટ્રી કરી હતી. જેમાં સોનિયા, મનસ્વી, જીજ્ઞા વોરા, સન્ની આર્ય, ખાનઝાદી, સના રઈસ ખાન અને નાવીદ સોલે બિગ બોસ 17ના વિજેતાની રેસમાંથી બહાર થઇ ગયા છે. હવે વિજેતા બનવાની રેસમાં કુલ 14 સ્પર્ધકો છે. જેમાં અંકિતા લોખંડે, વિકી જૈન, મુન્નવર ફારૂકી, આયેશા ખાન, ઓરા, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, મનારા ચોપરા, અનુરાગ ડોભાલ, ઈશા માલવિયા, સમર્થ જુરેલ, અભિષેક કુમાર, રિંકુ ધવન અને અરુણ શેટ્ટી. જો કે સોશિયલ મીડિયા પર અભિષેક કુમાર અને અંકિતા લોખંડેને ટોપ 2 સ્પર્ધકો તરીકે જોવામાં આવી રહ્યા છે.





