Bigg Boss 17 Highlight : સલમાન ખાનનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ 17 શરૂ થયો તેને એક સપ્તાહ થઇ ગયું છે. આ શો તેના પ્રીમિયરના દિવસથી જ સમાચારમાં છે. શોમાં દરરોજ કોઈને કોઈ લડાઈ થાય છે. જ્યારે વિકી જૈન અને અંકિતા લોખંડે એકબીજા સાથે ટકરાતા જોવા મળે છે, ત્યારે હવે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલે શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે બિગ બોસ પર ટીવી સ્ટાર્સને સપોર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.
બિગ બોસ શો પક્ષપાતી છે?
વાસ્તવમાં અનુરાગને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, “આ વખતે શો ટીવી વિશે છે. યુટ્યુબર્સ અથવા અન્ય કોઈ સમુદાય વિશે નથી. તેઓએ અમને શોમાં મનોરંજન માટે ખરીદ્યા છે, વિજેતા મટિરિયલ તરીકે નહીં.” તેઓ અમારા નામ 17 અને 18માં લે છે. મને ટીવી પર જોવા માટે મારા માતા-પિતાએ રાત્રે 12 વાગ્યા સુધી જાગવું પડે છે. શોમાં પક્ષપાત છે. જો બિગ બોસ ટીવી સ્ટાર્સને સપોર્ટ કરે છે તો આ પ્લેટફોર્મ ટીવી લોકોને આપવાનું હતું. તમે અમને કેમ લાવ્યા?”
બિગ બોસે અનુરગને ખખડાવ્યો
અનુરાગ ડોભાલના આ નિવેદન બાદ બિગ બોસે યુટ્યુબરનો ક્લાસ લીધો હતો. બિગ બોસે અનુરાગને કહ્યું કે, “ચાલો, અમે તમને પૂરો સમય આપીએ. મેં અનુરાગને પહેલા જ દિવસે કહી દીધું હતું કે જે લોકો મારો શો ચલાવશે તેમના પ્રત્યે હું પક્ષપાત કરીશ. બિગ બોસ વધુમાં કહ્યું કે, તેને આ ગેમનો 17 વર્ષનો અનુભવ છે અને અનુરાગની ગેમ દરેકની રમતને બરબાદ કરી રહી છે.
આ પણ વાંચો : Navratri 2023 : કિર્તીદાન ગઢવીથી લઈને ગીતા રબારી સુધી આ કલાકારોએ નવરાત્રીના ચાર દિવસ બોલાવી રમઝટ, જુઓ શાનદાર વીડિયો
અનુરાગ તળાવની ગંદી માછલી?
આ સાથે બિગ બોસે અનુરાગને તળાવની ગંદી માછલી ગણાવ્યો હતો. આ ઉપરાંત બિગ બોસે કહ્યું કે, શોમાં જે ઇન્ટરેસ્ટિંગ હોય છે તે આપોઆપ કેમેરાની પંસદ બની જાય છે. ઉદાસ થઇને એક ખૂણામાં બેસી રહેવાથી ફૂટેજ નથી મળતી.





