Bigg Boss 18 | બિગ બોસ 18 નવો પ્રોમો વિડીયો, તાન્યા મિત્તલે અમાલ મલિકને એક સ્ટોરી કહી, સિંગર ઈમોશનલ થયો

બિગ બોસ 18 | બિગ બોસ 18 ના નવા એપિસોડનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, અમાલ મલિકને તાન્યા મિત્તલ સ્ટોરી સંભળાવે છે તે વખતે અમાલના હાવભાવ બદલાઈ જાય છે. તે સાચા પ્રેમ વિશેના પોતાના વિચારો પણ જાહેર કરે છે.

Written by shivani chauhan
September 25, 2025 07:59 IST
Bigg Boss 18 | બિગ બોસ 18 નવો પ્રોમો વિડીયો, તાન્યા મિત્તલે અમાલ મલિકને એક સ્ટોરી કહી, સિંગર ઈમોશનલ થયો
Bigg Boss 18 Tanya Mittal tells radha krishna story to Amaal Mallik

Bigg Boss 18 | બિગ બોસ 18 માં સિંગર અમાલ મલિક (Amaal Mallik) સ્પર્ધક તરીકે જોડાયો છે. શોના સ્પર્ધકોમાં, તે તાન્યા મિત્તલ (Tanya Mittal) ની નજીક આવી ગયો છે, અને તેઓ સારા બોન્ડ ધરાવે છે તેવું લાગે છે. આગામી એપિસોડમાં, તાન્યા અમાલ મલિકને રાધા અને કૃષ્ણની સ્ટોરી કહેશે.

બિગ બોસ 18 ના નવા એપિસોડનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, અમાલ મલિકને તાન્યા મિત્તલ સ્ટોરી સંભળાવે છે તે વખતે અમાલના હાવભાવ બદલાઈ જાય છે. તે સાચા પ્રેમ વિશેના પોતાના વિચારો પણ જાહેર કરે છે.

તાન્યા મિત્તલની સ્ટોરી પર અમાલ મલિક શું કહ્યું?

જ્યારે અમલે તાન્યા મિત્તલ પાસેથી રાધા અને કૃષ્ણના પ્રેમ વિશેની સ્ટોરી સાંભળી, ત્યારે તેણે કહ્યું, “બલિદાન એ પ્રેમ છે.” પછી તે વિચારવા લાગ્યો. તે વિચારમાં ખોવાયેલો દેખાયો. એવું લાગતું હતું કે સ્ટોરી સાંભળીને અમલ ભાવુક થઈ ગયો હતો.

અમાલે મલિકે એકતરફી પ્રેમ પર શું કહ્યું?

બિગ બોસ 18 ના છેલ્લા એપિસોડમાં અમાલ મલિકે પણ તેના એકતરફી પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તે ‘બિગ બોસ’માં એકલો બેસીને પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો. તેમાં, તે કહે છે, “ક્યારેક આપણે આપણા જીવનમાં એવા તબક્કામાંથી પસાર થઈએ છીએ જ્યારે આપણે ખૂબ જ દુઃખી થઈ જઈએ છીએ. આપણને કોઈની સાથે વાત કરવાનું મન થતું નથી. પછી એક વ્યક્તિ આપણા જીવનમાં આવે છે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે.

જો આ વ્યક્તિ મારા જીવનમાં આવવાની હતી, તો તે વહેલા કેમ ન આવ્યો? જો આપણે પહેલા મળ્યા હોત, તો આપણી પાસે વધુ સમય હોત અને તેને વધુ પ્રેમ કરી શક્યા હોત. તે ચોક્કસપણે એક એવો વ્યક્તિ છે જે મારા હૃદયના ધબકારા ઝડપી બનાવે છે. અત્યારે આ પ્રેમ એકતરફી છે. પરંતુ જ્યારે હું બિગ બોસના ઘરમાંથી બહાર નીકળું છું, ત્યારે મને આશા છે કે આ પ્રેમ પરસ્પર હશે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ