Bigg Boss 19 | કેપ્ટનશીપનો યુદ્ધના લીધે ઘરમાં વાતાવરણ ગરમાયુ, બિગ બોસમાં બસીર અલી અને અભિષેક બજાજ વચ્ચે જોરદાર લડાઈ

બિગ બોસ 19 | બિગ બોસ 19 (Bigg Boss 19) ના નવા પ્રોમોમાં બસીર અલી (Baseer Ali) અને અભિષેક બજાજ (Abhishek Bajaj) વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે ઘણી દલીલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અહીં જાણો શું થયું હતું?

Written by shivani chauhan
September 11, 2025 11:05 IST
Bigg Boss 19 | કેપ્ટનશીપનો યુદ્ધના લીધે ઘરમાં વાતાવરણ ગરમાયુ, બિગ બોસમાં બસીર અલી અને અભિષેક બજાજ વચ્ચે જોરદાર લડાઈ
Bigg Boss 19 Abhishek Bajaj Baseer Ali

Bigg Boss 19 | બિગ બોસ 19 (Bigg Boss 19) માં દરરોજ એક અલગ નાટક બનતું જોવા મળે છે. ગયા દિવસે મૃદુલ તિવારી (Mridul Tiwari) અને શાહબાઝ બદેશા (Shahbaz Badesha) વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. હવે શોનો એક નવો પ્રોમો આવ્યો છે. અહીં જુઓ

બિગ બોસ 19 (Bigg Boss 19) ના નવા પ્રોમોમાં બસીર અલી (Baseer Ali) અને અભિષેક બજાજ (Abhishek Bajaj) વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે ઘણી દલીલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અહીં જાણો શું થયું હતું?

બિગ બોસ 19 નવો પ્રોમો

બિગ બોસ 19 ના નવા પ્રોમોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં, બસીર અલી કેપ્ટનસી ટાસ્ક દરમિયાન ગાયક અમાલ મલિકને ટેકો આપતા જોવા મળે છે. તે તેના સ્પર્ધક અભિષેક બજાજનું બ્લેકબોર્ડ તોડવાનો પ્રયાસ કરે છે. અભિષેક બસીરથી તેનું બ્લેકબોર્ડ બચાવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે અભિષેક બસીરને ધક્કો મારે છે અને તે ગુસ્સે થઈ જાય છે. પછી બંને વચ્ચે ઝપાઝપી થાય છે.

Jolly LLB 3 Trailer | જોલી એલએલબી 3 ટ્રેલર, અરશદ વારસીએ ‘ક્લાયન્ટ ચોર’ તો અક્ષય કુમારનએ ‘દો નંબરી’ કહ્યો, બન્ને વચ્ચે જોરદાર હરીફાઈ!

બસીર અલીએ અભિષેક શું કહ્યું?

આ સિવાય, બીજી તરફ, બસીર અલી અભિષેક બજાજને લૂઝર કહતો જોવા મળે છે. બંને વચ્ચે ઝઘડો વધતો જોઈને, બિગ બોસના ઘરના સભ્યો તેમની વચ્ચેની લડાઈ રોકવા આવે છે અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ જાય છે. બંને એકબીજાને દૂર રહેવાની ચેતવણી આપી રહ્યા છે.

કેપ્ટનશીપ માટે યુદ્ધ ચાલી રહ્યું છે બિગ બોસ 19 ના આગામી એપિસોડ ખૂબ જ રોમાંચક બનવાના છે. બિગ બોસના ઘરના સભ્યોએ અભિષેક બજાજ અને અમાલ મલિકને કેપ્ટનશીપના દાવેદાર તરીકે પસંદ કર્યા હતા. આ પ્રોમો પછી, શોના નવા એપિસોડ માટે દર્શકોની અધીરાઈ વધી ગઈ છે કે આગામી કેપ્ટન કોણ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ