Bigg Boss 19 Trophy Design And Prize Money : બિગ બોસ 19 હવે અંતિમ તબક્કામાં છે અને થોડા દિવસોમાં આ સીઝનનો વિજેતા મળશે. આ શોનું પ્રીમિયર 24 ઓગસ્ટ, 2025ના રોજ થયું હતું. આ સીઝનની થીમ ઘરવાલો કી સરકાર હતી, જેમાં સહભાગીઓને ઘરની અંદર તેમના પોતાના નિર્ણયો લેવાની મંજૂરી આપવામાં આવી હતી. બિગ બોસ 19 સીઝનના ટોપ 5 ફાઇનલિસ્ટ મળ્યા છે અને આ વખતે વિનર ટ્રોફી પણ રજૂ કરવામાં આવી છે. બિગ બોસ 19 ટ્રોફી ચમકદાર અને શાનદાર છે.
Bigg Boss 19 Trophy Photo : બિગ બોસ 19 ટ્રોફી ચાંદી અને હિરા જડિત
બિગ બોસ 19 વિનલ ટ્રોફીની તસવીરો વાયરલ થઇ છે. વિનર ટ્રોફીમાં બે હાથ હોય છે જે સંપૂર્ણપણે ચાંદીના સ્ફટિકો અથવા હીરાથી જડિત છે. આ ટ્રોફીમાં હાથની આંગળીઓના ટેરવા એકબીજાને એડેલા છે અને ઉપરથી ઘરની છત જેવો આકાર બનાવે છે. હાથની કમાનની નીચે એક મોટું, ક્રિસ્ટલ જડિત સોનાની ફ્રેમવાળી બિગ બોસ સાઇન છે.
Bigg Boss 19 Grand Finale Date : બિગ બોસ 19 ગ્રાન્ડ ફિનાલ ક્યારે છે?
બિગ બોસ 19 નો ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરે યોજાવાનો છે અને આ સિઝનમાં કોણ વિજેતા બનશે તે અંગે અટકળો તેજ થઇ ગઇ છે. સોશિયલ મીડિયાના દાવા મુજબ ગૌરવ ખન્ના ટ્રોફી જીતી શકે છે, જો કે આખરી ક્ષણો સુધી આ વાતની પુષ્ટિ કરી શકાય તેમ નથી. પરંતુ ચાહકોના અંદાજ મુજબ ગૌરવ ખન્ના, અમાલ મલિક અને ફરહાના ભટ્ટ ટોપ 3માં રહેવાના છે.
Bigg Boss 19 Prize Money : બિગ બોસ 19 વિજેતાને કેટલી ઇનામ રકમ મળશે?
હવે શો ફિનાલે નજીક આવી રહ્યો છે ત્યારે વિજેતાની ઇનામી રકમ અંગે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ બોલિવૂડ શાદીમાં પ્રકાશિત સમાચાર અનુસાર, પબ્લિક ડોમેન, ઇનસાઇડર્સ અને ભૂતકાળના રેકોર્ડ્સ પરથી મેળવેલા ઘણા ડેટા દર્શાવે છે કે બિગ બોસ 19 વિનર 50 લાખ રૂપિયાની ઇનામી રકમ જીતી શકે છે.
આ પણ વાંચો | Bigg Boss 19 Winner Name: કોણ બનશે બિગ બોસ 19 વિનર? આ સ્પર્ધક છે પ્રબળ દાવેદાર
આ રકમ પણ અગાઉની સીઝન કરતા અલગ પણ હોઈ શકે છે, કારણ કે અહેવાલો અને આંકડા એવો પણ દાવો કરે છે કે છેલ્લી સીઝનમાં બિગ બોસના વિજેતાને 1 કરોડ રૂપિયા સુધીની ઇનામ રકમ મળતી હતી, જો કે પછીની સીઝનમાં વિવિધ કારણોસર આ રકમ ઘટાડવામાં આવી છે. તેથી, ઇનામની રકમ વિશે હજી સુધી કંઇ નિશ્ચિત નથી, પરંતુ તે રકમ 50 લાખ રૂપિયાથી ઓછી હોવાની સંભાવના ખૂબ જ ઓછી છે.





