Bigg Boss 19 Weekend Ka Vaar : બિગ બોસ 19 શોમાં વિકેન્ડ કા વાર બહુ આઘાતજનક હતો. રિયાલિટી શોના હોસ્ટ સલમાન ખાને ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક દરમિયાન અશનૂર કૌરને તેના ખરાબ વર્તન માટે ઠપકો આપ્યો હતો, પરંતુ તેને બિગ બોસના ઘર માંથી બહાર કરી દીધી છે. આ સિઝનનું છેલ્લું વિકેન્ડ કા વાર હતું, તેમાં એવું થયું છે જેની ચાહકોને અપેક્ષા નહોતી.
સલમાન ખાને આ એપિસોડની શરૂઆત આઘાતજનક વાત સાથે કરી હતી જ્યારે તેણે ઘરના મહત્વપૂર્ણ નિયમનો ભંગ કરવા બદલ અશનૂર કૌરને હાંકી કાઢવાની જાહેરાત કરી હતી. સલમાને ગૌરવ ખન્ના સાથે તાન્યા અને અશનૂર વચ્ચે ટિકિટ ટુ ફિનાલેની ઘટના વિશે સવાલ કર્યો હતો. ગૌરવે જણાવ્યું કે, અશનૂરે દાવો કર્યો હતો કે તેણે જાણી જોઈને તાન્યાને લાકડાની પટ્ટી મારી ન હતી, પરંતુ તેણે માન્યું કે, આવું ગુસ્સામાં કર્યું હતું.
શહબાઝ ગૌરવની વાત સાથે સહમત થયા હતા અને કહ્યું હતું કે ટાસ્કાના જે નિયમ હતા, તાન્યાએ એવું જ કર્યું હતું, પરંતુ અશનૂરે ગુસ્સામાં તેની પર લાકડાનું પાટિયું ફેંક્યું હતું. પ્રણિત મોરેએ સલમાનને કહ્યું કે તે બરાબર જોઈ શક્યો ન હતો કે, અશનૂરે જાણી જોઈને તાન્યાની માર્યું કે નહીં, પરંતુ તેણે તેને વારંવાર પૂછ્યું, પરંતુ અશનૂરે ઈનકાર કર્યો. સલમાન ખાનની સામે પણ અશનૂર એ સ્વીકારવા તૈયાર નહોતો કે તેણે ગુસ્સામાં આવું કર્યું હતું.
આ પછી સલમાને જાણી જોઈને તાન્યાને દુઃખ પહોંચાડવા બદલ અશનૂરને ઠપકો આપ્યો હતો અને આ ક્લીપ તમામ ઘરના સાથીઓને બતાવી હતી, જેમાં અશનૂર તાન્યાને દુ:ખ પહોંચાડતી દેખાય છે. સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે, અશનૂરે તાન્યાને દુઃખ પહોંચાડ્યા બાદ તેની માફી માગવી જોઇતી હતી, પરંતુ તેણે તેની સાથે અસભ્ય વર્તન કરવાનું ચાલુ રાખ્યું હતું.
હોસ્ટે નાની નાની બાબતો પર અવાજ ઉઠાવવા બદલ ઘરના સભ્યોની ટીકા કરી હતી, પરંતુ કોઈએ તાન્યાને ટેકો આપ્યો ન હતો. સલમાને વધુમાં કહ્યું હતું કે બિગ બોસના ઘરના નિયમો સ્પષ્ટ છે અને જો કોઈ જાણી જોઈને બીજા સ્પર્ધકને નુકસાન પહોંચાડે છે તો તેને છોડવામાં આવશે નહીં.
આ પછી તેણે ઘરના મહત્વના નિયમનો ભંગ કરવા બદલ અશનૂરને શોમાંથી કાઢી મૂકી દીધી. સલમાને એને હાંકી કાઢવાની જાહેરાત કરતાં ગૌરવ ખન્ના અને પ્રણિત મોરેને આઘાત લાગ્યો હતો. સલમાન ખાને કહ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે તમે તેને હકારાત્મક રીતે લેશો કારણ કે અમે ઇચ્છીએ છીએ કે તમે તેને હકારાત્મક અને અમારા નિયમો અનુસાર લો, અને મને ખરેખર ખરાબ લાગે છે. અમે આ સમયે તેને જવા દઈ શકતા નથી. ”
આ પછી અશનૂર બેડરૂમ એરિયામાં ગઇ અને રડવા લાગી. તેણે કહ્યું કે તે જાણતી નથી કે તાન્યાને ઈજા થઈ છે. આ પછી, તે ગૌરવને ગળે લગાવીને રડી પડી અને કહ્યું, “મને ખબર નથી, હું ફિનાલે વીક જોવા માંગુ છું.” શો છોડતી વખતે અશનૂરે પ્રણિત મોરે અને ગૌરવ ખન્નાને ફિનાલે માટે શુભેચ્છા પાઠવી હતી અને તાન્યાની માફી માંગી હતી.





