Bigg Boss 19 Winner | અનુપમા (Anupamaa) ફેમ અભિનેતા ગૌરવ ખન્ના (Gaurav Khanna) “બિગ બોસ 19” (Bigg Boss 19) વિજેતા બન્યા છે. તેમણે બિગ બોસમાં મોડેથી પ્રવેશ કર્યો હતો, પરંતુ તરત જ ધૂમ મચાવી દીધી હતી. તેમણે અગાઉ સેલિબ્રિટી માસ્ટરશેફ જીત્યો હતો.
સલમાન ખાને (Salman Khan) ઘરમાં પ્રવેશતા જ તેની મજાક પણ ઉડાવી હતી. ગૌરવ ખન્નાએ આ સીઝનનો પહેલો ફાઇનલિસ્ટ બનીને હંગામો મચાવ્યો હતો. હવે તે શોનો વિજેતા બન્યો છે, અહીં જાણો કોણ છે ગૌરવ ખન્ના?
બિગ બોસ 19 ગૌરવ ખન્ના
ગૌરવ પહેલા અઠવાડિયાથી જ પોઝિટિવ ગ્રુપનો લીડર બની ગયો. તેની ટીમમાં પ્રણિત મોરે, અભિષેક બજાજ, અશ્નૂર કૌર, અવેજ દરબાર અને નગ્મા મિરાજકરનો સમાવેશ થતો હતો. પહેલા કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન તેનો કુનિકા સદાનંદ સાથે ઉગ્ર દલીલ થઈ હતી, પરંતુ કુનિકાએ પાછળથી કેપ્ટનશીપ છોડી દીધી. ગૌરવે ઘણી વખત ફરહાના ભટ્ટને માર્ગદર્શન આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.
બિગ બોસ 19 માં ગૌરવ ખન્નાનો પ્રવાસ અત્યાર સુધી સરળ રહ્યો નથી. ઘણા સ્પર્ધકોએ તેના જોરદાર સ્વભાવ અને સરળ વર્તન પર ટિપ્પણી કરી છે. સલમાન ખાને તેને પૂછ્યું પણ હતું કે, “તું અહીં શું કરી રહ્યો છે?” ત્યારબાદ ગૌરવે પોતાનો સંયમ જાળવી રાખ્યો અને મુખ્ય કાર્યો જીત્યા. તેણે ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક જીત્યો અને સીધો ફિનાલેમાં પહોંચ્યો, હાઉસ કેપ્ટન બન્યો હતો.
બિગ બોસ 19 ના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન, આખું ઘર ગૌરવ ખન્નાની આસપાસ ફરતું હતું. આ સિઝનમાં ટોચના પાંચ ફાઇનલિસ્ટ ગૌરવ ખન્ના, પ્રણિત મોરે, તાન્યા મિત્તલ, અમલ મલિક અને ફરહાના ભટ્ટ હતા. આમાંથી ગૌરવ ખન્ના વિજેતા બન્યો હતો.
ગૌરવ ખન્ના કોણ છે?
ગૌરવ ખન્નાનો જન્મ 11 ડિસેમ્બર 1981 ના રોજ કાનપુરમાં થયો હતો. ગૌરવ હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરે છે. તે “અનુપમા” માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે, જેના કારણે તેને શ્રેષ્ઠ મુખ્ય અભિનેતાનો ભારતીય ટેલી એવોર્ડ મળ્યો હતો. ગૌરવે “સેલિબ્રિટી માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન 1” પણ જીત્યો હતો.
ગૌરવ ખન્ના કરિયર (Gaurav Khanna Career)
અભિનય શરૂ કરતા પહેલા ગૌરવ ખન્નાએ એક વર્ષ માટે એક IT ફર્મમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે ટેલિવિઝન જાહેરાતોમાં અભિનય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગૌરવની પહેલી મુખ્ય ભૂમિકા 2007 માં આવેલી ફિલ્મ “મેરી ડોલી તેરે આંગના” હતી. તેમણે ટીવી સીરિયલ “જીવન સાથી- હમસફર જિંદગી કે” માં નીલ ફર્નાન્ડીઝ, “CID” માં ઇન્સ્પેક્ટર કવિન, “તેરે બિન” માં ડૉ. અક્ષય સિંહા અને “પ્રેમ યા પહેલી ચંદ્રકાંતા” માં પ્રિન્સ વીરેન્દ્ર સિંહની ભૂમિકાઓથી ખ્યાતિ મેળવી હતી.





