Bigg Boss 19 Winner Name: કોણ બનશે બિગ બોસ 19 વિનર? આ સ્પર્ધક છે પ્રબળ દાવેદાર

Bigg Boss 19 Winners Name Prediction: બિગ બોસ 19 ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરે યોજાશે. હવે ટોપ 5 સ્પર્ધક માંથી કોણ બિગ બોસ 19 વિનર બનશે, તેના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઇ ગઇ છે.

Written by Ajay Saroya
December 03, 2025 15:55 IST
Bigg Boss 19 Winner Name: કોણ બનશે બિગ બોસ 19 વિનર? આ સ્પર્ધક છે પ્રબળ દાવેદાર
Bigg Boss 19 Winners Name Prediction : બિગ બોસ 19 વિનરનું નામ 7 ડિસેમ્બરે જાહેર થશે.

Bigg Boss 19 Winners Name Prediction : બિગ બોસ 19 સીરિઝનું ગ્રાન્ડ ફિનાલે નજીક આવી રહ્યું છે. રિયાલિટી શો બિગ બોસ 19 ની રોમાંચક ત્રણ મહિનાની સફર બાદ વિજેતાની જાહેરાત કરવામાં માત્ર ચાર દિવસ બાકી છે. ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરે યોજાશે અને કોણ વિજેતા બનશે અને ટોપ 3માં કોણ સ્થાન મેળવશે તે અંગે સોશિયલ મીડિયા પર પહેલેથી જ ભારે ચર્ચા ચાલી રહી છે. ધ ખબરીના ટ્વિટ અનુસાર, જે સ્પર્ધકને ટ્રોફી મળશે તે બીજું કોઈ નહીં પણ ગૌરવ ખન્ના છે.

ગત સપ્તાહે બિગ બોસ 19 વિકેન્ડ કા વારમાં પહેલા અશનૂર કૌર અને પછી શહબાઝ શોમાંથી બહાર થઈ ગયા હતા. હવે માલતી ચહર મિડ વીક એલિમિનેશનમાં ઘરની બહાર નીકળી ગઈ છે. આ આજના એપિસોડમાં બતાવવામાં આવશે.

આ રિયાલિટી શોના ટોપ 5 સ્પર્ધકોમાં ગૌરવ ખન્ના, અમાલ મલિક, તાન્યા મિત્તલ, ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરે છે. ટોપ 5 સ્પર્ધક માંથી કોણ બહાર નીકળશે અને કોણ ટોપ 3 માં રહેશે, તેના વિશે અટકળો કરવામાં આવી રહ્યા છે.

ધ ખબરી, જે તેની સચોટ અંતિમ આગાહીઓ માટે ફેમસ છે, તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ બિગ બોસ 19 સીઝનના વિજેતા અને રનર્સ અપના નામની જાહેરાત કરી છે. ધ ખબરીના અહેવાલ મુજબ વિજેતા ગૌરવ ખન્ના હશે જ્યારે ફરહાના ભટ્ટ બીજા ક્રમે આવે તેવી શક્યતા છે. લોકોને લાગે છે કે અમલ ત્રીજા નંબર સ્થાન પર હોઈ શકે છે, પરંતુ ધ ખબરીના મતે તે પ્રણિત મોરે હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ