Bigg Boss 19: બિગ બોસ 19 ની સૌથી નાની ઉંમરની સ્પર્ધક છે આ ફેમસ ટીવી એક્ટ્રેસ, સંજય દત્ત સાથે કરી ચૂકી છે ફિલ્મ

Youngest Contestant of Bigg Boss 19 : સલમાન ખાનના શો બિગ બોસ 19 સીઝનમાં 21 વર્ષની યંગ કન્ટેસ્ટન્ટ ધમાલ મચાવવા આવી છે. તેણે નાની ઉંમરથી ટીવી સિરિયલ અને ફિલ્મોમાં એક્ટિંગ કરી લોકપ્રિયતા મેળવી છે. તે એક્ટ્રેસની સાથે સાથે બિઝનેસવુમન પણ છે.

Youngest Contestant of Bigg Boss 19 : સલમાન ખાનના શો બિગ બોસ 19 સીઝનમાં 21 વર્ષની યંગ કન્ટેસ્ટન્ટ ધમાલ મચાવવા આવી છે. તેણે નાની ઉંમરથી ટીવી સિરિયલ અને ફિલ્મોમાં એક્ટિંગ કરી લોકપ્રિયતા મેળવી છે. તે એક્ટ્રેસની સાથે સાથે બિઝનેસવુમન પણ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ashnoor kaur | bigg boss 19 contestant | ashnoor kaur TV show | bigg boss 19 contestant name list

Ashnoor Kaur Bigg Boss 19 Contestant : અશ્નૂર કૌર બિગ બોસ 19 સીઝનની સૌથી નાની ઉંમરની સ્પર્ધક છે. (Photo: @ashnoorkaur)

Bigg Boss 19 Youngest Contestant Name List : સલમાન ખાનનો શો બિગ બોસ 19 સીઝન શરૂ થઇ ગયો છે. 24 ઓગસ્ટ, 2025 ના રોજ બિગ બોસ 19 સીઝનનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું, જેમાં 16 સ્પર્ધકો બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા હતા. આ સાથે જ શોમાં એક વાત રસપ્રદ છે કે બિગ બોસ 19 સીઝનમાં સૌથી નાની ઉંમરની કન્ટેસ્ટન્ટ ધમાલ મચાવવા આવી છે. ચાલો જાણીયે કોણ છે માત્ર 21 વર્ષની આ યુવા સ્પર્ધક

Advertisment

બિગ બોસ 19 સીઝન શોનું ગ્રાન્ડ પ્રીમિયર ખૂબ જ ખાસ હતું. આ સિઝનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પરિવારની સરકાર બનશે સાથે સાથે 'રાજ' અને 'નીતિ'નો ખેલ પણ હશે. તે જ સમયે, એક સ્પર્ધક શાહબાઝ (શહનાઝ ગિલનો ભાઈ) ઘરમાં જતા પહેલા બહાર થઇ ગયો હતો. જો કે તેના નામને લઇ કહેવામાં આવી રહ્યું છે કે તેમા ટ્વિસ્ટ છે અને તે સિક્રેટ રૂમમાં છે. જ્યારે તેનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

બિગ બોસ 19 સીઝનની સૌથી નાની સ્પર્ધક

હકીકતમાં બિગ બોસ 19 સીઝનની સૌથી નાની કન્ટેસ્ટન્ટ ટીવી અને ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ છે, જેણે માત્ર સાડા ચાર વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે બીજું કોઈ નહીં પણ અશ્નૂર કૌર છે, જે ટીવીની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ રહી ચૂકી છે. અશ્નૂર કૌરે ટીવીની સાથે સાથે ફિલ્મ જગતમાં પણ નામના મેળવી છે. તે 13 વર્ષ કરતા વધુ સમયથી મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલ છે. એક્ટિંગની સાથે સાથે તે બિઝનેસવુમન પણ છે. તેની પોતાની એક મેકઅપ બ્રાન્ડ છે.

અશ્નૂર કૌરની પ્રોફેશનલ લાઇફ

અશ્નૂર કૌરની પ્રોફેશનલ લાઈફ પર નજર કરીએ તો તે ઘણી જાણીતી ટીવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. તેણે 'ઝાંસી કી રાની', 'સાથ નિભાના સાથિયા', 'બડે અચ્છે લગતે હૈં', 'દેવોં કે દેવ મહાદેવ', 'મહાભારત' (2013), 'ના બોલે તુમ ના મૈને કુછ કહા', 'શોભા સોમનાથ કી', 'જય જગ જનની મા દુર્ગા' અને લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રી વર્ષ 2024માં ટીવી સીરિયલ 'સુમન ઇન્દોરી'માં જોવા મળી ચૂકી છે. આમાં તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.

Advertisment

અશ્નૂર કૌરની ફિલ્મ

અશ્નૂર કૌરની ફિલ્મોની વાત કરીએ તો તે સંજય દત્ત અને વિકી કૌશલની ફિલ્મમાં કામ કરી ચૂકી છે. સંજય દત્તની ફિલ્મ 'સંજુ'માં અભિનેત્રીએ પ્રિયા દત્તનું યુવા પાત્ર ભજવ્યું હતું. એટલું જ નહીં વિકી કૌશલની ફિલ્મ 'મનમર્ઝિયાં'માં તે કિરણના રોલમાં જોવા મળી હતી.

આ પણ વાંચો | બિગ બોસ 19 સ્પર્ધક તાન્યા મિત્તલ દેશની યુવા મિલિયોનર, જાણો કેટલી સંપત્તિ છે?

નાના-મોટા પડદા ઉપરાંત અશ્નૂર કૌર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અહીં તેની સારી એવી ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 9.7 મિલિયન ફોલોઅર્સ છે, જ્યાંથી તે મોટી કમાણી કરે છે. એટલું જ નહીં તે પોતાની મેકઅપ બ્રાન્ડથી પણ અઢળક કમાણી કરે છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે બિગ બોસના ઘરમાં કેવું પ્રદર્શન કરે છે અને સૌથી નાની હોવાના કારણે ઘરના સભ્યો તેની સાથે કેવી રીતે વર્તે છે.

સલમાન ખાન બિગ બોસ celebrities મનોરંજન ન્યૂઝ