scorecardresearch

બિગ બોસ ફેમ ગોરી નાગોરીએ તેને માર મારવા અંગે વીડિયોમાં કર્યો મોટો દાવો

Gauri Nagori Attacked: સમગ્ર ઘટના અંગે ગોરી નાગોરીએ એક વીડિયોમાં માહિતી આપી છે. આ વીડિયો તેને ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. ગોરી નાગોરી સાથેની ઘટના 22 મેના રોજ બની હતી.

gori nagori attacked
બિગ બોસ ફેમ ગોરી નાગોરી પર હુમલો

બિગ બોસ 16 ફેમ હરિયાણવી ડાન્સર ગોરી નાગોરી પર તાજેતરમાં તેના જીજાજી અને મિત્રોએ માર માર્યો હતો. હકીકતમાં ગોરી નાગોરી તેની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે અજમેર ગઈ હતી. પરંતુ ત્યાં ગોરી નાગોરીને જીજાજી જાવેદ હુસૈન સાથે ઝઘડો થયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ગોરી નાગોરીને માર મારવામાં આવ્યો. આ ઉપરાંત જ્યારે ગોરી નાગોરી પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધાવવા પહોંચી તો પોલીસે તેની મદદ ના કરી અને સેલ્ફી લઈને તેને ઘરે મોકલી દીધી.કોઈ મદદ ન મળવા પર ગોરી નાગોરીએ હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતને અપીલ કરી છે અને પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ પણ લગાવ્યો છે. આ સમગ્ર મામલે ગોરી નાગોરીના જીજાજી જાવેદ હુસૈનના પ્લાનિંગની વાત સામે આવી છે.

સમગ્ર ઘટના અંગે ગોરી નાગોરીએ એક વીડિયોમાં માહિતી આપી છે. આ વીડિયો તેને ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. ગોરી નાગોરી સાથેની ઘટના 22 મેના રોજ બની હતી. તે દિવસે તે તેની બહેનના લગ્નમાં ગઈ હતી. ગોરી નાગોરીએ વીડિયોમાં જણાવ્યું છે કે કેવી રીતે જીજાજી જાવેદ હુસૈને સમગ્ર પ્લાનિંગ કર્યું અને બાદમાં તેને માર માર્યો. ગોરી નાગોરીના કહેવા મુજબ તેના વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસ પાસે ગઈ ત્યારે કોઈ મદદ મળી ન હતી. પોલીસે તેની ફરિયાદ પણ નોંધી ન હતી.

આ પણ વાંચો: આશિષ વિધાર્થીએ બીજા લગ્નની અનસીન તસવીરો કરી શેર, પૂર્વ પત્નીએ કહ્યું…’યોગ્ય વ્યક્તિ તમને તે પ્રશ્ન પૂછશે નહીં’

આ પછી ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લોકોના ટોળા એકઠા થઈ ગયા. એ ભીડમાં કોઈ મારા વાળ ખેંચી રહ્યું હતું તો કોઈ મને વિવિધ જગ્યાએ સ્પર્શ કરી રહ્યું હતું. મારા ખભામાં પણ ઘણી ઈજાઓ થઈ છે. મને અને મારી આખી ટીમને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. મારા મેનેજરને ખુરશીઓ મારવામાં આવી. મારા બાઉન્સરનું માથું ફૂટી ગયું છે. મારા સગા જીજાજીએ આ બધું કર્યું છે. જેનું નામ જાવેદ હુસૈન છે. તેની સાથે તેના ભાઈ અને મિત્રો પણ હતા. ગોરી નાગોરીએ તે લોકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

Web Title: Bigg boss fame gori nagori attacked in sister wedding

Best of Express