બિગ બોસ। એક્ટર મોહનલાલ દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ મલાયલમ વિજેતા અનુમોલે, ટ્રોફી સાથે આટલા રૂપિયા મળ્યા

Bigg Boss 7 Malayalam Winner Anumol | બિગ બોસ (Bigg Boss) મલયાલમ સીઝન 7 ની વિજેતા અભિનેત્રી-એન્કર અનુમોલે (Anumol) ને ફેમસ ટ્રોફી સાથે એટલા લાખ મળ્યા.

Written by shivani chauhan
November 10, 2025 12:07 IST
બિગ બોસ। એક્ટર મોહનલાલ દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ મલાયલમ વિજેતા અનુમોલે, ટ્રોફી સાથે આટલા રૂપિયા મળ્યા
Bigg Boss Malayalam winner Anumole | બિગ બોસ। એક્ટર મોહનલાલ દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ મલાયલમ વિજેતા અનુમોલે, ટ્રોફી સાથે આટલા રૂપિયા મળ્યા

Bigg Boss Malayalam Season 7 Winner Anumol | બિગ બોસ (Bigg Boss) મલયાલમ સીઝન 7 મોહનલાલ (mohanlal) દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું તેનું ગ્રાન્ડ ફિનાલે સારી રીતે સમાપ્ત થયુ છે જેમાં અભિનેત્રી-એન્કર અનુમોલે (Anumol) ટ્રોફી જીતી. તે બિગ બોસ મલયાલમનું એડિશન જીતનારી માત્ર બીજી મહિલા છે.

બિગ બોસ (Bigg Boss) મલયાલમ સીઝન 7 ની વિજેતા અભિનેત્રી-એન્કર અનુમોલે (Anumol) ને ફેમસ ટ્રોફી સાથે 42,55,210 રૂપિયા (₹ 42.55 લાખ) ની ઈનામી રકમ મળી હતી.

બિગ બોસ મલયાલમ સીઝન 7 વિનર

બિગ બોસ મલયાલમ સીઝન 7 ફિનાલેમાં કોમન અનીશ ફર્સ્ટ રનર-અપ તરીકે ઉભરી આવ્યો હતો. દિવસની શરૂઆતમાં, ફાઇનલિસ્ટ શાનવાસ, નેવિન અને અકબરને શોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા રનર-અપ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

બિગ બોસ મલયાલમ સિઝન 7 ની શરૂઆત 20 સ્પર્ધકો સાથે થઈ હતી, જેમાં રેણુ સુધિ, અપ્પાની સરથ, શૈત્ય સંતોષ, અધિલા, નૂરા , સારિકા, રંજીત, ગીઝેલ ઠકરાલ, બિન્ની નૂબીન, રેના ફાતિમા, અભિલાષ, આર્યન કથુરિયા, આરજે બિન્સી, વનલ સાબુ, અનલ સાબુ, અને ફાઈનલના કલાકારો, અનલ સાબુ અને કાનુલ, નેવિન, અકબર અને શાનવાસ સહિતનો સમાવેશ થાય છે.

બિગ બોસ મલયાલમ સીઝન 7 નો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે એશિયાનેટ પર પ્રસારિત થવાનું શરૂ થયું, અને તે જિયો હોટસ્ટાર પર પણ સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ