સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ શો OTT 2ને લઇને હાલ ઘણો ચર્ચામાં છે. સલમાન ખાન બિગ બોસ શો OTT 2ને હોસ્ટ કરી રહ્યો છે. આ શો આ વખતે OTT પ્લેટફોર્મ Jio Cinema પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોમાં ઘણા પ્રખ્યાત અને વિવાદાસ્પદ સ્ટાર્સે ભાગ લીધો છે. જે પૈકી એક નવાઝુદ્દીન સિદ્દીકીની ભૂતપૂર્વ પત્ની આલિયા સિદ્દીકીને શોના નિર્માતાઓએ થોડા દિવસ પહેલા જ ઘરની બહાર ફેંકી દીધી હતી. જેને પગલે આલિયા સિદ્દીકીના ફેન્સ પર શોકમાં હતા. તેવામાં શોમાંથી બહાર નીકળ્યા પછી આલિયાએ સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.
આલિયા સિદ્દીકીએ તો સલમાન ખાનને બાયસ્ડનો ટેગ પણ આપી દીધો છે. વીકએન્ડ કા વાર દરમિયાન, આલિયા સિદ્દીકીને બિગબોસના ઘરમાં તેના ભૂતકાળ અને લગ્નજીવનમાં સમસ્યાઓ વિશે વાત કરતા અટકાવવામાં આવી હતી. આ પછી તેને લાગ્યું કે, આવું કરીને સલમાન ખાને તેના મિત્ર નવાઝુદ્દીન સિદ્દીકીનો પક્ષ લીધો છે. આલિયા સિદ્દીકીએ કહ્યું કે, ઘરમાં દરેક વ્યક્તિ પોતાની અંગત જીંદગી વિશે વાત કરે છે. જેમાં પૂજા ભટ્ટ પણ છે. પરંતુ માત્ર તેને જ નિશાન બનાવવામાં આવી હતી.
આ સાથે આલિયા સિદ્દીકીએ કહ્યું કે, ‘સલમાનજીએ ખૂબ જ ભેદભાવ સાથે વાત કરી. ત્યાં એક સ્ટારે બીજા સ્ટારને સપોર્ટ કર્યો છે. તે કહે છે કે વ્યક્તિ તેની શક્તિનો ઉપયોગ અન્ય લોકો માટે કેવી રીતે કરે છે. હું આમ કહેતા જરાય ડરતી નથી. કારણ કે હું જાણું છું કે હું સાચી છું. શોમાં દરેક વ્યક્તિ તેમના ભૂતકાળ અને તેમના જીવન વિશે વાત કરે છે. પૂજા જી, ફલક નાઝે તેના ભાઈ અને જેલ વિશે વાત કરી.
મહત્વનું છે કે, બિગ બોસ OTT 2 માં પૂજા ભટ્ટ અને આલિયા સિદ્દીકીના સંબંધો કંઇ ખાસ સારા નહોતા. બંનેએ એકબીજાને નિશાન બનાવ્યા અને એકબીજાને નોમિનેટ કર્યા. ઘરની બહાર આવતાની સાથે જ આલિયા સિદ્દીકીએ પૂજા ભટ્ટની ટિપ્પણી ‘હું મહેશ ભટ્ટની પુત્રી છું’ પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું, ‘તેમણે મારા માટે આટલું મોટું સ્ટેટમેન્ટ આપ્યું. જ્યારે મેં મારી જાતને બચાવી હતી તેણે ગર્વથી કહ્યું કે હું મહેશ ભટ્ટની દીકરી છું. તે પોતે એક અભિનેત્રી છે અને ડિરેક્ટર પણ રહી ચુકી છે અને પોતાના સમયમાં એક મોટી સ્ટાર રહી છે. તે પોતાની ગેમ પોતાની યોગ્યતા પર કેમ રમી શકતી નથી?





