બિગ બોસ OTT 2નો ભવ્ય સેટ સરપ્રાઈઝ અને પડકારોથી ભરેલો, જુઓ અંદરની તસવીરો

Bigg Boss OTT 2 Start Date: બિગ બોસ ઓટીટી 2 આવતીકાલ શનિવાર 17 જૂનથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શોના સેટની તસવીરો સામે આવી છે. ઘરની અંદરની તસવીરો જોઇને તમે અંદાજ લગાવી શકશો શો કેટલો રસપ્રદ હશે. આ સીઝનને સલમાન ખાન હોસ્ટ કરશે.

Bigg Boss OTT 2 Start Date: બિગ બોસ ઓટીટી 2 આવતીકાલ શનિવાર 17 જૂનથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શોના સેટની તસવીરો સામે આવી છે. ઘરની અંદરની તસવીરો જોઇને તમે અંદાજ લગાવી શકશો શો કેટલો રસપ્રદ હશે. આ સીઝનને સલમાન ખાન હોસ્ટ કરશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Bigg Boss OTT 2 House Photo News

બિગ બોસ OTT 2નો ભવ્ય સેટ સરપ્રાઈઝ અને પડકારોથી ભરેલો

બિગ બો OTT 2ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેમજ આ વખતે ઘરનો દેખાવ કેવો હશે અને શું હશે થીમ તે જાણવા માટે તલપાપડ બન્યા છે. ત્યારે 'બિગ બોસ OTT 2'નો સેટ ખૂબ જ પ્રભાવશાળી છે તેવા સમાચાર સામે આવ્યાં છે. આ વખતે બિગ બોસ ઓટીટીનો સેટ પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમારે તૈયાર કર્યો છે. જે છેલ્લા ઘણા વર્ષોથી બિગ બોસની પ્રોડકશન ટીમનો ભાગ છે. હાલમાં જ બિગ બોસ ઓટીટી 2ના ઘરની કેટલીક ઝલક સામે આવી છે. જે ખુબ જ શાનદાર છે.

Advertisment
publive-image
(એન્ટરન્સ ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

શોની બીજી સીઝન તેની અલગ સ્ટાઇલ અને ફોર્મેટ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તમે સેટની આકર્ષક તસવીરો જોઈને અંદાજો તો લગાવી શક્શો.

publive-image
(ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

ઉલ્લેખનીય છે કે, 'બિગ બોસ'ની ટીમ દર વખતે કંઈક અલગ જ સેવા આપવા માટે કંઈક નવું લઈને આવે છે. ત્યારે આ વખતે પણ કંઇક રસપ્રદ જોવા મળશે.

બિગ બોસ ઓટીટી 2ને સલમાન ખાન હોસ્ટ કરશે, જેમાં પ્રખ્યાત કલાકારો અને સ્ટાર્સ સ્પર્ધક તરીકે ભાગ લેવાના છે. શોમાં કન્ટેસ્ટન્ટને લઇને દર્શકોએ ઘણા અનુમાન લગાવ્યા છે. પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે.

Advertisment
publive-image
(વોસરૂમ, ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

'બિગ બોસ OTT 2' નો સેટ સ્પર્ધકો તેમજ પ્રેક્ષકો માટે આશ્ચર્યજનક પેકેજથી ઓછો નથી, જેમાં દરેક રૂમ એક અલગ વાર્તા અને થીમ કહે છે.'બિગ બોસ ઓટીટી 2'નો સેટ જોઈને લાગે છે કે સ્પર્ધકો માટે પડકારો પહેલા કરતા વધુ મુશ્કેલ હશે.

publive-image
(બેડરૂમ ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

'બિગ બોસ ઓટીટી 2'ના ઘરની અંદરની તસવીરોએ શો વિશે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. હવે તમે બિગ બોસ ઓટીટીની બીજી સીઝનની તસવીરો જોઇને ચોક્કસથી એવું વિચારી રહ્યો હશો કે, આ સેટ પાછળ કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તો આપને જણાવી દઇએ કે, આ ભવ્ય સેટ બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યાં છે.

publive-image
(કિચન ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

શોના પ્રોમો વીડિયોમાં સલમાન ખાન કહેતો જોવા મળે છે, 'હું બિગ બોસ ઓટીટી લાવી રહ્યો છું. ચાલો ભારત જોઈએ. 'બિગ બોસ ઓટીટી 2' 17મી જૂનથી તેની ભવ્ય શરૂઆત માટે તૈયાર છે. મહત્વનું છે કે,'બિગ બોસ ઓટીટી'ની પ્રથમ સીઝન કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જેની વિજેતા દિવ્યા અગ્રવાલ છે.

publive-image
(ગાર્ડન ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

હવે બિગ બોસ OTT 2ના સ્પર્ધકોની વાત કરીઓ તો બિગ બોસ OTT 2માં બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્ધીકીની પત્ની આલિયા ભાગ લઇ શકે છે.Bigg Boss _Takના ટ્વિટર હેન્ડલ પર શોના ફાઇનલ કન્ટેસ્ટન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આલિયા સિદ્દીકી, અકાંક્ષા પુરી, અવિનાશ સચદેવ, જિયા શંકર, પુનીત સુપસ્ટાર, બેબિકા, ધુર્વે, ફલક નાઝ, મનીષા રાજી, અભિષેક મલ્હાન, પલક પુરસ્વાની, શ્રુતિ સિન્હા સહિત સ્પિલ્ટ્સવિલા અને રોડીઝ જેવા રિયાલિટીનો શોનો હિસ્સો રહી ચૂકેલી કેવિન અલ્માસિફરનું નામ સામેલ છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના ઘરે થઈ ચોરી, પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા

Jio સિનેમાના ડિજિટલ પ્લેટફોર્મે આ શોનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ચેનલના હેન્ડલે કેપ્શનમાં લખ્યું છે કે ‘દરેકનો ફેવરિટ સલમાન ખાન ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ OTT પર લાવી રહ્યો છે. અને આ વખતે તમે રોપશો અને તમે બચાવશો! Jio સિનેમા પર Bigg Boss OTT સીઝન 2 જુઓ!’

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ