બિગ બોસ OTT 2 ની દર્શકો ઉત્સાહભેર રાહ જોઇ રહ્યા છે. તેવામાં ‘બિગ બોસ OTT 2’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં સુપરસ્ટાર સલમાન ખાન હટકે અંદાજમાં કહી રહ્યો છે, ‘ઇસ બાર ઇતની લગેગી કી આપકી મદદ લગેગી.’શોની બીજી સિઝન 17 જૂનથી સ્ટ્રીમિંગ શરૂ થશે. મહત્વનું છે કે, બિગ બોસ OTT 2ની સલમાન ખાન કરશે. જ્યારે પ્રથમ સિઝનમાં કરણ જોહર હોસ્ટના રૂપમાં જોવા મળ્યો હતો અને તેની વિજેતા દિવ્યા અગ્રવાલ હતી.
બિગ બોસ OTT 2ના ટીઝરમાં સલમાન બિગ બોસ OTT થીમ સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સલમાન ઓલ-વ્હાઈટ લૂકમાં જોવા મળી રહ્યો છે જ્યારે બાકીના ડાન્સર્સ બ્લેક કોસ્ચ્યુમમાં સજ્જ છે. ટીઝરમાં સલમાન કહી રહ્યો છે કે આ વખતે દર્શકો જ બિગ બોસમાં આવનાર સ્પર્ધકોને બિગ બોસના ગુસ્સાથી બચાવી શકે છે. Jio સિનેમાના ડિજિટલ પ્લેટફોર્મે આ શોનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
ચેનલના હેન્ડલે કેપ્શનમાં લખ્યું છે કે ‘દરેકનો ફેવરિટ સલમાન ખાન ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ OTT પર લાવી રહ્યો છે. અને આ વખતે તમે રોપશો અને તમે બચાવશો! Jio સિનેમા પર Bigg Boss OTT સીઝન 2 જુઓ!’
નવાઇની વાત એ છે કે, સલમાન ખાન પહેલીવાર બિગ બોસ OTT સીઝનને હોસ્ટ કરશે. બિગ બોસ OTT 2 માટે સ્પર્ધકોની ઓફિશિયલ લિસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ અને મોડલ-એક્ટર પૂનમ પાંડે આ સિઝનમાં જોડાઈ શકે છે. તે જ સમયે, ટીવી કલાકારો અંજલિ અરોરા, અવેઝ દરબાર, મહેશ પૂજારી, ઉમર રિયાઝ, જિયા શંકર અને પૂજા ગૌર પણ બિગ બોસ OTTમાં જોડાઈ શકે છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિલ વાંચવા માટે અહીં ક્લિક કરો