Bigg Boss OTT 3 : વિવાદસ્પદ અરમાન મલિકની પત્ની પાયલ મલિક બિગ બોસ શોમાંથી બહાર

Bigg Boss OTT 3 : બિગ બોસ ઓટીટી સીઝન 3 ના પહેલા અઠવાડિયામાં આ બીજી હકાલપટ્ટી હતી. અઠવાડિયાની શરૂઆતમાં, બોક્સર નીરજ ગોયતને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Written by shivani chauhan
July 01, 2024 11:30 IST
Bigg Boss OTT 3 : વિવાદસ્પદ અરમાન મલિકની પત્ની પાયલ મલિક બિગ બોસ શોમાંથી બહાર
બિગ બોસ ઓટીટી 3: વિવાદસ્પદ અરમાન મલિકની પત્ની પાયલ મલિક બિગ બોસ શોમાંથી બહાર

Bigg Boss OTT 3 : બિગ બોસ ઓટીટી 3 ( Bigg Boss OTT 3 ) નું શરૂ થયાનું એક અઠવાડિયું પૂરું થયું છે. અનિલ કપૂર તરફથી ઘણા સ્પર્ધકોને બિગ બોસ હાઉસ માંથી કાઢી મુકવામાં આવ્યા છે. ખાસ કરીને લવકેશ કટારિયાઅને વિશાલ પાંડે થોડીક પાઠ ભણવવામાં આવ્યા હતા. જો કે, અરમાન મલિક (Armaan Malik) અને તેની 2 વાઈફ પાયલ અને કૃતિકા ત્રણેય માટે વિકેન્ડ કા વારનો અંત દુઃખદ હતો. પાયલ મલિક (Payal Malik) ને દર્શકો તરફથી પૂરતા વોટ ન મળવા પર રવિવારે શોમાંથી બહાર કરવામાં આવી હતી.

Payal Malik evicted from Bigg Boss OTT 3
બિગ બોસ ઓટીટી 3: વિવાદસ્પદ અરમાન મલિકની પત્ની પાયલ મલિક બિગ બોસ શોમાંથી બહાર

બિગ બોસ ઓટીટી સીઝન 3 ના પહેલા અઠવાડિયામાં આ બીજી હકાલપટ્ટી હતી. અઠવાડિયાની શરૂઆતમાં, બોક્સર નીરજ ગોયતને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Kalki 2898 AD Box Office Collection Day 2 : કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 2, બીજ દિવસે ફિલ્મની કમાણીમાં 43 ટકાનો ઘટાડો

પાયલ મલિક વિશે

પાયલ મલિકની વાત કરીએ તો, તેની જર્ની ખૂબ જ વિવાદાસ્પદ રીતે શરૂ થઈ હતી. શોના ભવ્ય પ્રીમિયરમાં, જ્યારે પાયલે તેના પતિ અરમાન મલિકે તેની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા (જે તેની બીજી પત્ની છે) સાથે મળીને છેતરપિંડી કરી તે ક્ષણનું વર્ણન કર્યું ત્યારે, પાયલને ઘણા પ્રતિસાદ મળ્યા હતા.

વીતેલા અઠવાડિયામાં, પાયલ મલિક પણ ઈમોશનલ જોવા મળી હતી જ્યારે અરમાન મલિકના કૃતિકા મલિક સાથેના બીજા લગ્નની વાત યાદ કરી હતી. દર્શકોને શોમાં પાયલ અને કૃતિકાના સંબંધમાં તકરાર પણ જોવા મળી, એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યાં બંનેએ એકબીજા પર પરોક્ષ રીતે ટીકા કરી હોય.

આ પણ વાંચો: Kalki 2898 AD Box Office Collection Day: પ્રભાસની કલ્કિ 2898 એડી એ તોડ્યો શાહરૂખ ખાનની જવાન નો રેકોર્ડ, પ્રથમ દિવસે કરી બમ્પર કમાણી

પાયલ મલિક અરમાન મલિક અને કૃતિકા મલિક સાથે YouTube કન્ટેન્ટ સર્જક છે. Indianexpress.com સાથેના એક ઇન્ટરવ્યુમાં, પાયલે બિગ બોસ OTT 3 હાઉસમાં તેની જર્ની વિશે વાત કરી અને કહ્યું “મને બિગ બોસ હાઉસ માટે બની છું. હું લડી શકું છું, તમામ કાર્યો અને ફરજો નિભાવી શકું છું અને ચતુરાઈથી રમી શકું છું. જ્યારે હું મારા પતિના બીજા લગ્નમાં ખુશીથી બચી શકી, ત્યારે મને લાગે છે કે હું બિગ બોસના ઘરમાં માનસિક રીતે સંપૂર્ણ રીતે ટકી શકીશ. મેં બિગ બોસ પછી ઘણા લોકોના જીવનમાં બદલાવ આવતા જોયા છે. મને લાગે છે કે જો હું ટ્રોફી જીતી શકીશ તો મારું જીવન પણ બદલાઈ જશે. મારે જીતવું છે કારણ કે મેં આ રમત માટે મારા ચાર બાળકોને મૂકીને આવી છું. હું અહીં માત્ર જીતવા અને ટ્રોફી ઘરે લઈ જવા આવી છું.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ