Bigg Boss OTT 3 Contestants Shivani Kumari: રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 સીઝન 21 જૂન શરૂ થઇ રહી છે, જે જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. અનિલ કપૂર બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ કરી રહ્યા છે. સ્પર્ધકોને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે આ રિયાલિટી શોના સ્પર્ધકના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અમુક કન્ટેસ્ટન્ટના નામની પુષ્ટિ ચોક્કસ થઇ ગઇ છે.
બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક શિવાની કુમારી (Bigg Boss OTT 3 Contestants Shivani Kumari)
આ વખતે પણ બિગ બોસ ઓટીટી 3માં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનું ટેમ્પરિંગ જોવા મળવાનું છે. બિગ બોગમાં ટિકટોકર શિવાની કુમારી આવવા જઈ રહી છે. શિવાની કુમારી ઉત્તર પ્રદેશની છે અને પોતાની ગામઠી ભાષામાં મનોરંજન કન્ટેન્ટ પોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર શિવાનીની સારી ફેન ફોલોઇંગ બનાવી છે. જાણો યુપીના ગામડીની છોરી બિગ બોસના ઘરમાં શું કમાલ દેખાડે છે અને દર્શકોનું કેવું રીતે મનોરંજન કરે છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે શિવાની કુમારી
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર શિવાની કુમારી ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના આર્યરી ગામની છે. તે પોતાની સાદગી માટે જાણીતી છે. શિવાની કુમારી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ફની વીડિયો શેર કરતી રહે છે. તેના 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. સાથે જ યુટ્યુબ પર તેના 2.27 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. શિવાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે રીલ વીડિયોના આધારે પોતાની ઓળખ બનાવી છે. ફેમસ થતા પહેલા તેણે પોતાના જીવનમાં એવા દિવસો જોયા છે, જ્યારે તેની પાસે ચંપલ ખરીદવાના પણ પૈસા નહોતા.
ટિકટોક દ્વારા કરિયર શરૂ કરી
શિવાની કુમારી 23 વર્ષની છે. તેણે પોતાની કરિયરની શરૂઆત ટિકટોક વીડિયો દ્વારા કરી હતી. આ પહેલા તે સોશિયલ મીડિયા પર લિપસિંક અને ડાન્સ વીડિયો શેર કરતી હતી. પરંતુ, તેમના વિશે કોઈ વ્યૂઝ ન હતા. ત્યારબાદ એક દિવસ તે બજારમાંથી મિત્રો સાથે ચંપલ લાવી રહી હતી ત્યારે તેણે ગામની ગામઠી ભાષામાં પોતાનો એક વીડિયો અપલોડ કર્યો અને તેને લોટરી લાગી ગઈ. તેના પર વ્યૂઝનો વરસાદ થયો. તેના આ વીડિયોને માત્ર 24 કલાકમાં એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. જ્યારે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વીડિયો શેર કરવાનું શરૂ કર્યું અને તે ત્યાં પણ હિટ થઈ ગઈ હતી.
લોકો ટોણા મારતા હતા
શિવાની કુમારી વિશે કહેવામાં આવે છે કે જ્યારે તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યા હતા તો લોકો તેને પાગલ કહેતા હતા. આ કારણે એક દિવસ તેની માતા પણ તેને છોડીને જતી રહી. પરંતુ હવે શિવાની ફેમસ થઇ ગઇ છે ત્યારે લોકો તેને મળવા તેના ગામ આવે છે. તેની માતાને પણ ગર્વ છે અને હવે તે દીકરીને પૂરો સપોર્ટ કરે છે. આજે શિવાની કુમારી એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે અભિનેતા રાજપાલ યાદવની પુત્રી તેને મળવા તેના ઘરે પહોંચી હતી.
આ પણ વાંચો | બિગ બોસ ઓટોટી 3 માટે અનિલ કપૂરને સલમાન ખાન કરતા 6 ગણી ઓછી ફી મળશે, રકમ જાણી ચોંકી જશો
શિવાની કુમારીને જીવનમાં ઘણી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. એક સમયે પરિસ્થિતિ એવી હતી કે તેના ઘરે જમવાના પૈસા ન હતા, પરંતુ આજે તે વીડિયો દ્વારા લાખોની કમાણી કરે છે. રીલ્સ ઉપરાંત મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે. તેનું ટાઇટલ ‘શોર’ છે. બીજું એક ગીત ‘બાલમા’ પણ છે જેમાં તેણે કામ કર્યું છે. ચાહકોને તેની ગામઠી શૈલી ખૂબ ગમે છે. આવી સ્થિતિમાં, તે જોવું રસપ્રદ રહેશે કે આ ગામની છોકરી બિગ બોસ ઓટીટી 3 રિયાલિટી શોમાં દર્શકોનું મનોરંજન કેવી રીતે કરે છે.





