Bigg Boss OTT 3 Grand Finale Date And Time: બિગ બોસ ઓટીટી 3 ફિનાલે 2 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થશે. આ સાથે બિગ બોસ ઓટીટી 3ના વિનરનું નામ પણ જાહેર થઇ છશે. આ રિયાલિટી શો 21 જૂને શરૂ થયો હતો અને 2 ઓગસ્ટે સમાપ્ત થશે. હવે માત્ર એક જ દિવસ બાકી છે અને પ્રેક્ષકોને ખબર પડી જશે કે આ સિઝનનો વિજેતા કોણ બનવાનું છે.
બિગ બોસ ઓટીટી 3 ફિનાલે: ટોપ 5 કન્ટેસ્ટન્ટ માંથી કોણ બનશે વિનર
બિગ બોસ ઓટીટી 3 માટે વોટિંગ લાઈન ખુલ્લી છે અને શોમાં બાકી રહેલા ટોચના 5 સ્પર્ધકોને મત આપવાની પ્રક્રિયા ચાલુ છે. અરમાન મલિક અને લવકેશ કટારિયા એલિમિનેટ થયા બાદ હવે બિગ બોસ ઓટીટી 3ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ રણવીર શૌરી, સના મકબૂલ, કૃતિકા મલિક, નૈઝી અને સાઇ કેતન રાવ માંથી કોણ વિજેતા બને છે તે નક્કી થશે.
બિગ બોસ ઓટીટી 3ના હોસ્ટ અનિલ કપૂર
અનિલ કપૂર બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ કરી રહ્યા છે. આ સમયે ઈન્ટરનેટ પર બાકી રહેલા સ્પર્ધકોના ફેન્સ તેમના વિશે જોરશોરથી પોસ્ટ શેર કરી વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, બિગ બોસ ઓટીટી 3નો વિનર કોણ હશે અને ટોપ 3ની રેસમાં કોણ રહેશે. તમને જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે 2 ઓગસ્ટના રોજ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને તેના થોડા કલાકોમાં જ વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
બિગ બોસ ઓટીટી 3 ફિનાલે ક્યા અને ક્યારે સ્ટ્રીમ થશે
બિગ બોસ ઓટીટી 3 નો ગ્રાન્ડ ફિનાલે શુક્રવારે રાત્રે 9 વાગ્યે શરૂ થાય છે, પરંતુ 2 ઓગસ્ટે સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
બિગ બોસ ઓટીટી 3 વિનર પ્રાઈઝ
બિગ બોસ ઓટીટી 3ના વિજેતાને ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાની વિનર એમાઉન્ટ મળવાની છે. અહીં તમને એ પણ જણાવવા જઇ રહ્યું છે કે વોટના આધારે કોણ રેસમાં આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, સના મકબૂલ અને નૈઝી ટ્રોફીની નજીક જોઈ રહ્યા છે. આ બંને કન્ટેસ્ટન્ટ સોશિયલ મીડિયા પર મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
આ પણ વાંચો | શા માટે રણવીર શૌરી માટે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મહત્વની છે? કારકિર્દી વિશે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટી 3 સીઝનની શરૂઆત કુલ 16 સ્પર્ધકો સાથે થઈ હતી, જેમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ હતી. આ શોની શરૂઆતમાં રણવીર શૌરી, દીપક ચૌરસિયા, સના મકબૂલ, સના સુલતાન, પાયલ મલિક, કૃતિકા મલિક, અરમાન મલિક, સાઈ કેતન રાવ, પૌલોમી દાસ, શિવાની કુમારી, ચંદ્રિકા દીક્ષિત, નેઝી, નીરજ ગોયત, મુનિષા ખટવાણી, વિશાલ પાંડે અને લવકેશ કટારિયા હતા. ત્યાર બાદ શોની વચ્ચે જ યૂટ્યૂબર અદનાન શેખ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે આવ્યો હતો, પરંતુ તેની ગેમ એક અઠવાડિયામાં જ પૂરી થઇ ગઇ હતી અને બિગ બોસ ઓટીટી 3 શોમાંથી બહાર થઇ ગો હતો. હવે બિગ બોસ ઓટીટી 3 સીઝનનો વિજેતા કોણ છે તે જાણવા દર્શકો ઉત્સકુ છે.





